Gujarati Video : સ્મીમેર હોસ્પિટલની લાલિયાવાડીનો વધુ એક વીડિયો વાયરલ, લેક્ચર હોલમાં રખડી રહ્યુ છે શ્વાન
Surat: સુરતની સ્મીમેર હોસ્પિટલ તંત્રની બેદરકારીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમા હવે હોસ્પિટલ બાદ લેક્ચર હોલમાં શ્વાન આંટાફેરા કરતુ જોવા મળ્યુ છે. પ્રોફેસર MBBSના વિદ્યાર્થીના ક્લાસ લઈ રહ્યાં હોય છે તે સમયે જ શ્વાન આંટાફેરા કરતુ જોઈ શકાય છે.
Surat: સુરતની સ્મીમેર હોસ્પિટલ તંત્રની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલ બાદ હવે લેક્ચર હોલમાં શ્વાન ફરતું જોવા મળ્યું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પ્રોફેસર MBBSના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા તે દરમિયાન શ્વાન આંટાફેરા મારી રહ્યું હતું. આ પહેલા બાળકોના વોર્ડમાં શ્વાન ફરતા જોવા મળ્યા હતા.
સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં અનેકવાર રખડતા શ્વાન જોવા મળે છે, પરંતુ આ મામલે કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી તે આ વીડિયો પરથી પુરવાર થઈ ગયું છે. એકતરફ આરોગ્ય તંત્ર એવા દાવા કરી રહ્યું છે કે હવે પછી હોસ્પિટલોમાં રખડતા શ્વાન જોવા નહીં મળે. બીજીતરફ આરોગ્ય તંત્રના દાવાના લીરેલીરા ઉડી રહ્યા છે.
શહેરભરમાં વધેલા ડૉગ બાઈટના બનાવો વચ્ચે સ્મીમેરના બિનદાસ્ત શ્વાન ફરી રહ્યું હોવાનો વીડિયો વાયરલ થયો છે. અગાઉ બાળકોના વોર્ડ પાસે શ્વાન ફરી રહ્યું હોવાનો વીડિયો વાયરલ થયા બાદ સ્મીમેર પ્રશાસને શ્વાન હોસ્પિટલ બિલ્ડિંગમાં નહીં પ્રવેશે તે માટે પૂરતી વ્યવસ્થા કરાઈ હોવાનો દાવો કર્યો હતો. દરમિયાન મેડિકલ કોલેજના લેક્ચર હોલમાં ચાલુ ક્લાસમાં શ્વાન ફરતું દેખાતા સ્મિમેરમાં ચાલી રહેલી રેઢિયાળ કામગીરીનો અંદાજો આવી જાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વાયરલ વીડિયો તાજેતરનો જ છે.કોલેજ બિલ્ડિંગના એ બ્લોકમાં આવેલા લેક્ચર હોલનો આ વીડિયો છે.બીજા વર્ષના એમબીબીએસના વિદ્યાર્થીઓને ડૉ. ચૈતાલી નામના તબીબી પ્રાધ્યાપક ફાર્મેકોલોજી વિષય ભણાવી રહ્યા હતા તે દરમિયાન શ્વાન લેક્ચર હોલમાં ફરતું દેખાતા કોઈ વિદ્યાર્થીએ જ મોબાઈલ ફોનમાં વીડિયો ઉતારી લીધો હોવાની શક્યતા છે અને હવે આ વીડિયો વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
