Surat Video : રિક્ષાચાલકને ભારે પડી બેદરકારી ! રિક્ષાનું સ્ટિયરિંગ 7 વર્ષના દીકરાને આપ્યુ હતું, પોલીસે કરી અટકાયત
સુરતમાં 7 વર્ષના દીકરાના હાથમાં રિક્ષાની સ્ટિયરિંગ આપનાર પિતાની પોલીસે અટકાયત કરી છે. પોલીસે વાયરલ થયેલા વીડિયોના આધારે આ કાર્યવાહી કરી છે. મહત્વનું છે કે બે દિવસ પહેલા જ રિક્ષાચાલકનો વીડિયો વાયરલ થયો હતો.
Surat : સુરતમાં 7 વર્ષના દીકરાના હાથમાં રિક્ષાની સ્ટિયરિંગ આપનાર પિતાની પોલીસે અટકાયત કરી છે. પોલીસે વાયરલ થયેલા વીડિયોના આધારે આ કાર્યવાહી કરી છે. મહત્વનું છે કે બે દિવસ પહેલા જ રિક્ષાચાલકનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં રિક્ષાચાલકે તેના 7 વર્ષના દીકરાને ખોળામાં બેસાડી રિક્ષાનું સ્ટિયરિંગ પકડાવી દીધુ હતું.
આ પણ વાંચો : Surat: BRTS રૂટ પર બાળકો મારામારી કરતા હોવાનો Video થયો વાયરલ, બસ ચાલકે બ્રેક મારતા દુર્ઘટના ટળી
તે સ્પષ્ટ જોઈ શકાય છે. આવી બેદરકારી બાળકો પર તો જીવનું જોખમ સર્જે છે. સાથે સાથે અન્ય લોકો અને વાહનચાલકો પર પણ જોખમ ઉભું કરે છે. મોટેરાઓ દ્વારા છડેચોક થતું ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન મોતની સજાનું કારણ બની શકે છે.
તો આ અગાઉ સુરતમાંથી વધુ એક વાલીની બેદરકારી સામે આવી છે. જયાં ચારથી પાંચ વર્ષની બાળકીને જોખમી રીતે એક્ટીવાના પાછળની સીટ પર ઉભી રાખી હતી. વાલીએ પોતાની બાળકીને ઉભી રાખી એક્ટીવા ચલાવી હતી. એલપી સવાણી રોડ પાસેનો આ વીડિયો વાયરલ થયો હતો.