Surat: સુરતમાંથી વધુ એક વાલીની બેદરકારી સામે આવી છે. જયાં ચારથી પાંચ વર્ષની બાળકીને જોખમી રીતે એક્ટીવાના પાછળની સીટ પર ઉભી રાખી હતી. વાલીએ પોતાની બાળકીને ઉભી રાખી એક્ટીવા ચલાવી હતી. એલપી સવાણી રોડ પાસેનો આ વીડિયો વાયરલ થયો હતો.જે રોડ પર એક્ટીવા જઈ રહી હતી તે સમયે બીઆરટીએસના પતરાના બેરીકેડ લાગેલા હતા.
આ ઘટના પરથી અહીં અનેક સવાલ થાય છે કે, એક નાની ભૂલ ગંભીર અકસ્માત કરી શકે છે.વાલીઓ કયાં સુધી આવી બેદરકારી કરતા રહેશે? જો બાળકી નીચે પડી ગઈ હોત તો? વાલીઓ કેમ પોતાના બાળકને લઈ બેદરકાર છે? જો બાળકીને કંઈ થયું હોત તો? વાલીઓ કયારે પોતાના બાળકને લઈ સજાગ થશે?
આ અગાઉ પણ સુરતમાં જ એક રિક્ષાચાલકે બાળકને રિક્ષાનું સ્ટિયરિંગ પકડાવ્યુ હતુ અને નાનો બાળક રિક્ષા ચલાવી રહ્યો હતો શાળામાં જતા સમયે બાળકને રિક્ષા ચલાવવા આપી દીધી હતી. બાળકની રિક્ષા સવારીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ રિક્ષાચાલકને બેદરકારીએ અન્ય બાળકોના જીવ પણ જોખમમાં મુક્યા હતા.