Gujarati Video : સુરતમાં ફરી ગ્રીષ્મા હત્યા કેસ જેવો બનાવ, જાહેર રસ્તા પર પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા

| Edited By: | Updated on: Sep 14, 2023 | 11:22 PM

સચિન GIDC વિસ્તારમાં જાહેર રસ્તા પર પ્રેમીએ 20 વર્ષની યુવતીની હત્યા નિપજાવી છે. ઘરની બહાર રસ્તા પર યુવતી પર ચપ્પુના ઘા ઝીંકવામાં આવ્યા હતા. મૃતકના ભાભીએ પ્રેમી વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસે હત્યારા શૈલેષ વિશ્વકર્માની અટકાયત કરી છે.

સુરતમાં (Surat) થોડા સમય અગાઉ ગ્રીષ્મા નામની યુવતીની તેના પ્રેમીએ સરાજાહેર હત્યા નિપજાવી હતી. આ ઘટનાને લઈને રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા હતા. ત્યારે સુરતમાં ફરી એક વખત ગ્રીષ્મા હત્યા કેસ જેવો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો Surat: અડાજણમાં રાત્રિના સમયે ચાકુની અણીએ 8 લાખની લૂંટ, ટોબેકોના વેપારીને લૂંટી ત્રણ લૂંટારૂ ફરાર

સચિન GIDC વિસ્તારમાં જાહેર રસ્તા પર પ્રેમીએ 20 વર્ષની યુવતીની હત્યા નિપજાવી છે. ઘરની બહાર રસ્તા પર યુવતી પર ચપ્પુના ઘા ઝીંકવામાં આવ્યા હતા. મૃતકના ભાભીએ પ્રેમી વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસે હત્યારા શૈલેષ વિશ્વકર્માની અટકાયત કરી છે.

સાંઈ દર્શન સોસાયટીમાં મૃતક યુવતી પરિવાર સાથે રહેતી હતી. પાડોશમાં રહેતા યુવક સાથે યુવતીનો છેલ્લા 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો. પ્રેમી અને પ્રેમિકા બંને એક જ ગામના વતની હતા. આરોપી શૈલેષ નીલુ સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. જોકે, નીલુ અન્ય યુવક સાથે લગ્ન કરવાની વાત કરતા શૈલેષ ઉશ્કેરાઈ ગયો હતો અને સોસાયટીની બહાર પ્રેમિકાની હત્યા નિપજાવી હતી. આરોપી શૈલેષ એમ્બ્રોડરીના કામ સાથે સંકળાયેલો છે. આરોપી અને તેના પિતાએ પણ પહેલા યુવતીને મારી નાખવાની ધમકી આપી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો