Gujarati Video : સુરતના કુવાદ ગામમાં ઝીંગા તળાવ માટે જમીનની ફાળવણી, Videoમા જુઓ સ્થાનિકોનો વિરોધ

|

Feb 17, 2023 | 11:59 AM

ઝીંગા તળાવ માટે જે જમીન ફાળવાઇ છે ત્યાં કુવાદ તથા આસપાસના ગ્રામજનો પોતાના પશુ ચરાવે છે. ચોમાસાની સિઝનમાં અહીંયાથી વરસાદી પાણીનો નિકાલ થાય છે.

સુરતના ઓલપાડમાં આવેલા કુવાદ ગામમાં નવા બની રહેલા ઝીંગા તળાવ સામે લોકોએ વિરોધ કર્યો છે. ઝીંગા તળાવ માટે ફાળવેલી જમીન રદ કરવાની માગ સાથે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કુવાદ ગામમાં ઝીંગાની ખેતી માટે કલેક્ટરે કેટલાક અરજદારોને જમીનની ફાળવણી કરી છે.

આ પણ વાંચો : Surat: ગ્લેન્ડર રોગના પગલે 6 અશ્વોને દયામૃત્યુ આપવાનો નિર્ણય ! માણસમાં પણ આ રોગ ફેલાતો હોવાથી તંત્ર સતર્ક

ઝીંગા તળાવ માટે જે જમીન ફાળવાઇ છે ત્યાં કુવાદ તથા આસપાસના ગ્રામજનો પોતાના પશુ ચરાવે છે. ચોમાસાની સિઝનમાં અહીંયાથી વરસાદી પાણીનો નિકાલ થાય છે. પરંતુ ત્યાં ઝીંગા તળાવની જગ્યા ફાળવતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જો ઝીંગા તળાવની ફાળવણી રદ કરવામાં નહીં આવે તો સ્થાનિકોએ ઈચ્છામૃત્યુની માગ કરી છે. જેને લઇ કલેકટરે તપાસનો આદેશ આપતા અધિકારી દોડતા થયા છે અને તેમને ઘટના સ્થળ પર પહોંચી પંચનામું કર્યું હતું.

સ્થાનિકોનું કહેવું છે કે જો જમીનમાં ઝીંગા તળાવ બનાવવામાં આવશે તો વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઉદ્દભવશે. તેમજ આસપાસના ખેતર અને ગામમાં પાણી ભરાઈ જવાની શક્યતા વધી જશે. ઉપરાંત પ્રાથમિક શાળા અને સ્મશાન ભૂમિ નજીક હોવાથી સમગ્ર જીવસૃષ્ટિને અસર થઇ શકે છે.

Next Video