Patan: આનંદેશ્વર મહાદેવ મંદિરે ચંદ્રયાન-3ની થીમ પર બનાવાઈ શિવજીની અનોખી આંગી, વિજયગાથાના કરાવ્યા દર્શન- Video

Patan:પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવજીના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ દર્શન માટે ઉમટી પડી છે. ભગવાન શિવજીની અનોખી અનોખી આંગી સ્વરૂપે દર્શનનો લ્હાવો પણ શિવભકતો લઇ રહયા છે. આનંદેશ્વર મહાદેવ મંદિરે ભગવાન શિવજીને ચંદ્રાયન 3 જેવી પ્રતિકૃતિ બનાવૂ ભારતની વિજયગાથાના ભક્તોને દર્શન કરાવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2023 | 12:01 AM

Patan: પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવજીના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ દર્શન માટે ઉમટી પડી છે. અને ભગવાન શિવજીની અનોખી અનોખી આંગી સ્વરૂપે દર્શનનો લ્હાવો પણ શિવભકતો લઇ રહયા છે. ત્યારે પાટણમાં પણ સરસ્વતિ નદીકાંઠે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના બીજા સોમવારે હજારોની સંખ્યામાં પાટણવાસીઓ ભગવાન શિવજીની અનોખી આંગીના દર્શન માટે ઉમટ્યા હતા. આનંદેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન શિવજીની અનોખી આંગી આજે દર્શન માટે બનાવવામાં આવી .

ભગવાન શિવજીએ ચંદ્રયાન-૩ ની પ્રતિકૃતિની આંગીમાં ભક્તોને દર્શન આપ્યા

આનંદેશ્વર મહાદેવ મંદિર પરિવારના સભ્યોએ ૨ દિવસની મહેનત બાદ આજે હૂબહૂ ચંદ્રયાન-3 જેવી જ પ્રતિકૃતિ બનાવીને ભારતની વિજયગાથાના પણ દર્શન કરાવ્યા. શ્રાવણ માસના બીજા સોમવારની મહાઆરતી ભગવાન શિવજીની સાથે  ચંદ્રયાન-3ની પણ આરતી કરવામાં આવી.

આ પણ વાંચો: Breaking News: ડાકોરમાં VIP દર્શનનો નિર્ણય પરત લેવાય તેવી શક્યતા, પૂનમના બીજા દિવસે ટેમ્પલ કમિટી કરી શકે છે જાહેરાત-સૂત્ર

Input Credit- Sunil Patel- Patan

પાટણ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">