Gujarati Video: અમદાવાદમાં રખડતાં ઢોર અને શ્વાન કરડવાને લઈને મેયર કિરીટ પરમારે આપ્યું આ નિવેદન

અમદાવાદમાં રખડતાં ઢોર અને શ્વાન કરડવાને લઈને અમદાવાદના મેયર કિરીટ પરમારે જણાવ્યું છે કે આ મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ તેમણે હાટકેશ્વરમાં બનેલી રખડતાં ઢોરની ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. જેમાં એક સપ્તાહ પહેલા રખડતાં ઢોરની અડફેટે આવતા એક વૃદ્ધનું મોત નિપજ્યુ છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2023 | 5:17 PM

અમદાવાદમાં રખડતાં ઢોર અને શ્વાન કરડવાને લઈને અમદાવાદના મેયર કિરીટ પરમારે જણાવ્યું છે કે આ મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ તેમણે હાટકેશ્વરમાં બનેલી રખડતાં ઢોરની ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. જેમાં એક સપ્તાહ પહેલા રખડતાં ઢોરની અડફેટે આવતા એક વૃદ્ધનું મોત નિપજ્યુ છે. જ્યારે જ્યારે ગઇકાલે રખડતાં ઢોરની અડફેટે આવતા એક મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાં અઠવાડિયા પહેલા બનેલી મોતની ઘટનામાં મેયરે દુઃખ વ્યક્ત કર્યું છે સાથે જ રખડતા ઢોર મામલે નવા ઢોરવાડા બનાવવાની પણ વાત કરી છે. તેમણે કહ્યું કે ત્રણ શિફ્ટમાં અલગ અલગ ટીમો કામ કરતી હોવાનું જણાવ્યું છે. તેમજ નાણાં લઈને ઢોર છોડી દેવા બાબતના લોકોના આક્ષેપ મેયરે ફગાવ્યા છે.

જ્યારે મેયરે કહ્યું હતું કે શ્વાન કરડવાની ઘટનાઓ ઓછી બને તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમજ ખસીકરણ બાબતે વિશેષ કામ કરાવી રહ્યા હોવાનું પણ જણાવ્યું છે. જ્યારે ખસીકરણ મામલે બજેટ ફાળવીને કામગીરી કરાઈ રહી છે.

આ ઉપરાંત શ્વાન કરડવાના વધતાં કેસ બાદ હવે અમદાવાદમાં તો તંત્ર જાગ્યું છે. અમદાવાદમાં રખડતા શ્વાનોના ત્રાસ સામે ખસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. વિવિધ સંસ્થાઓ સાથે મળી મનપા આ અભિયાન ચલાવી રહ્યું છે. શહેરમાં રખડતા શ્વાનો અંગે રોજની 15થી 20 ફરિયાદ મળે છે.. ત્યારે શહેરીજનોને શ્વાનના ત્રાસથી રાહત મળે તે માટે અમદાવાદમાં રોજના 120થી 130 શ્વાનોનું ખસીકરણ કરવામાં આવી રહ્યું છે. શ્વાનોની સંખ્યા ન વધે તે માટે આ કામગીરી થાય છે.

Follow Us:
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">