Gujarati Video : અમદાવાદમાં Tv9 ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું, બિસ્માર રસ્તાને રાતોરાત રીપેર કરાયો

| Edited By: | Updated on: Jan 31, 2023 | 9:30 PM

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરના ચંદ્રનગરથી ખોડિયારનગર તરફ જવાના રીવર બ્રિજની હાલત કફોડી બની હતી. જેનો અહેવાલ ટીવી નાઇને પ્રસારિત કર્યા તેનો પધડો પડ્યો છે. તેમજ તેના રિપેરિંગની કામગીરી રાતોરાત કરવામાં આવી હતી. જેના પગલે અનેક સમયથી રોડની સમસ્યાનો સામનો કરતા વાહન ચાલકોએ રાહત અનુભવી છે.

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરના ચંદ્રનગરથી ખોડિયારનગર તરફ જવાના રીવર બ્રિજની હાલત કફોડી બની હતી. જેનો અહેવાલ ટીવી નાઇને પ્રસારિત કર્યા તેનો પધડો પડ્યો છે. તેમજ તેના રિપેરિંગની કામગીરી રાતોરાત કરવામાં આવી હતી. જેના પગલે અનેક સમયથી રોડની સમસ્યાનો સામનો કરતા વાહન ચાલકોએ રાહત અનુભવી છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ ચંદ્રનગરથી ખોડિયારનગર તરફ જવાના રીવર બ્રિજની હાલત કફોડી બની  હતી. આ બ્રિજ પર લોખંડના ખુલ્લા સળિયા જોવા મળી રહ્યા હતા .આ સાથે અસંખ્ય ગાબડા પણ વાહન ચાલકો માટે જોખમી બની રહ્યા હતા.

જેમાં આ બ્રિજ પરથી અસંખ્ય વાહનો મોટી સંખ્યામાં દૈનિક અવરજવર કરે છે.ત્યારે આ જોખમી બ્રિજ પર ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તેમ હતી. જેમાં વારંવાર રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા જોખમી બ્રિજના સમારકામની કામગીરી થતી ન હોવાનો શહેરીજનો આક્ષેપ કરી રહ્યા હતા.

આ પણ વાંચો : Surat : પેરોલ જમ્પ કરી નાસતો ફરતો ગુજસીટોકના આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

Published on: Jan 31, 2023 08:47 PM