ગુજરાતી વીડીયો : મોરબી દુર્ઘટના કેસમાં આરોપી જયસુખ પટેલને જેલ હવાલે કરાયા
ગુજરાતના મોરબી દુર્ઘટના કેસમાં ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલે કોર્ટ સમક્ષ સરેન્ડર કર્યું છે. જો કે આ દરમ્યાન અદાલતે તેમણે જેલ હવાલે કર્યા છે. જો કે જયસુખ પટેલને કોર્ટ બહાર લઇ ગયા ત્યારે મૃતકના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. તેમજ જયસુખ પટેલ હાય હાયના નારા લગાવ્યા હતા. આ ઉપરાંત મૃતકના પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જયસુખ પટેલને ફાંસીની સજા મળવી જોઇએ.

ચાર્જશીટમાં જયસુખ પટેલને આરોપી બનાવ્યા હતા
આ પૂર્વે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના 88 દિવસ બાદ ઓરેવા ગ્રુપના MD જયસુખ પર કાયદાનો સકંજો કસાયો હતો.135 લોકોનો ભોગ લેનાર મોરબી પુલ દુર્ઘટનાના કેસમાં જયસુખ પટેલનું નામ ચાર્જશીટમાં ઉમેરવામાં આવ્યું હતું.મોરબી પોલીસે આજે સેશન્સ કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં જયસુખ પટેલને આરોપી બનાવ્યા હતા.અત્યાર સુધી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં કુલ 9 લોકોને આરોપી બનાવાયા હતા.
જયસુખ પટેલે આજે કોર્ટમાં આત્મ સમર્પણ કર્યું હતું.
જો કે ઘટનાના 3 મહિના એટલે કે બરોબર 88 દિવસ પછી જયસુખ પટેલ સામે કાયદાનો સકંજો કસાયો છે. પોલીસે ચાર્જશીટમાં જયસુખને 10માં આરોપી તરીકે દર્શાવ્યો છે.મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી તમામ 9 આરોપીઓની પોલીસ ધરપકડ કરી ચૂકી છે.જોકે જયસુખ પટેલે આજે કોર્ટમાં આત્મ સમર્પણ કર્યું હતું.
આ પણ વાંચો : Gandhinagar : વિકાસ સહાયને સોંપાશે ઇન્ચાર્જ ડીજીપી તરીકેનો ચાર્જ, મોડી સાંજ સુધીમાં અપાઇ શકે છે ઓર્ડર