Gujarati Video: મહેસાણા-અમદાવાદ હાઇવે પરથી નશાકારક કફ સિરપની 24 બોટલ જપ્ત
મહેસાણામાં ગુજરાત પાવર એન્જિનિયરિંગ કોલેજ નજીકથી નશાકારક કફ સિરપનો જથ્થો ઝડપાયો છે.મહેસાણા-અમદાવાદ હાઇવે પર મેવડ ટોલ ટેક્ષ નજીકથી પોલીસે નશાકારક કફ સિરપની 24 બોટલ જપ્ત કરી છે. આ કોલેજ પાસે ચાની દુકાનની આડમાં નશાકારક કફ સિરપ વેચાતી હતી

Mehsana Cough Syrup
મહેસાણામાં ગુજરાત પાવર એન્જિનિયરિંગ કોલેજ નજીકથી નશાકારક કફ સિરપનો જથ્થો ઝડપાયો છે.મહેસાણા-અમદાવાદ હાઇવે પર મેવડ ટોલ ટેક્ષ નજીકથી પોલીસે નશાકારક કફ સિરપની 24 બોટલ જપ્ત કરી છે. આ કોલેજ પાસે ચાની દુકાનની આડમાં નશાકારક કફ સિરપ વેચાતી હતી.આ મામલે મહેસાણા SOGએ એક આરોપીની ધરપકડ કરી છે તથા અન્ય એક આરોપી ફરાર થતા તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
મહત્વપૂર્ણ છે કે મહેસાણા પોલીસે શૈક્ષણિક સંકુલ પાસે નશાકારક પદાર્થો અંગે ઝુંબેશ શરૂ કરી છે…ત્યારે જિલ્લાની તમામ શૈક્ષણિક સંકુલ પાસે તપાસ કરાઇ રહી છે.
આ પણ વાંચો : Gandhinagar : વિકાસ સહાયને સોંપાશે ઇન્ચાર્જ ડીજીપી તરીકેનો ચાર્જ, મોડી સાંજ સુધીમાં અપાઇ શકે છે ઓર્ડર