Gujarati Video: હાઈકોર્ટના આદેશ બાદ રાજકોટમાં બાલાજી મંદિર વિવાદ મામલે ડેપ્યુટી કલેક્ટરે બંને પક્ષના નિવેદન નોંધ્યા, જવાબ લેખિતમાં આપવા આદેશ

Gujarati Video: હાઈકોર્ટના આદેશ બાદ રાજકોટમાં બાલાજી મંદિર વિવાદ મામલે ડેપ્યુટી કલેક્ટરે બંને પક્ષના નિવેદન નોંધ્યા, જવાબ લેખિતમાં આપવા આદેશ

| Edited By: | Updated on: May 02, 2023 | 5:07 PM

Rajkot News: સમગ્ર બાલાજી મંદિર વિવાદ મામલે હાઈકોર્ટે કલેક્ટરને તપાસનો આદેશ આપ્યો છે. 4 સપ્તાહમાં તપાસ પૂર્ણ કરી લેવામાં આવશે. બાલાજી મંદિરના સંચાલકોએ ગેરકાયદે બાંધકામ કર્યું હોવાનો આક્ષેપ છે.

રાજકોટમાં બાલાજી મંદિર ટ્રસ્ટમાં ગેરકાયદે બાંધકામ વિવાદમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. હાઈકોર્ટના આદેશ બાદ ડેપ્યુટી ક્લેક્ટરે તપાસ હાથ ધરી છે. બંન્ને પક્ષકારોના ડેપ્યુટી કલેક્ટરે નિવેદનો લીધા હતા. પક્ષકારોને પોતાનો જવાબ લેખિતમાં રજૂ કરવા આદેશ કરાયો છે. ડેપ્યુટી કલેક્ટરની એક ટીમે સ્થળ પંચનામું અને રોજકામ કર્યું હતું. બંન્ને પક્ષકારોના વિશેષ નિવેદન આવ્યા બાદ ફરી સ્થળ પર તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો-Breaking News : રાહુલ ગાંધી માનહાનિ કેસ મામલે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટના રેકોર્ડ મગાવ્યા, ઉનાળા વેકેશન બાદ આવી શકે છે ચુકાદો

મહત્વનું છે કે સમગ્ર બાલાજી મંદિર વિવાદ મામલે હાઈકોર્ટે કલેક્ટરને તપાસનો આદેશ આપ્યો છે. 4 સપ્તાહમાં તપાસ પૂર્ણ કરી લેવામાં આવશે. બાલાજી મંદિરના સંચાલકોએ ગેરકાયદે બાંધકામ કર્યું હોવાનો આક્ષેપ છે. જે તે સમયે રાજ્ય સરકારે બાલાજી મંદિરને શૈક્ષણિક હેતુ માટે જગ્યા આપી હતી. જેનો એક માત્ર હેતુ શિક્ષણકાર્યની હતો, પરંતુ શ્રદ્ધાળુઓનો આરોપ છે કે જગ્યા મળ્યા બાદ મંદિર સંચાલકોએ બાળકો માટેના ગ્રાઉન્ડમાં ગેરકાયદે બાંધકામ કર્યું છે. RMCના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા પણ હજુ સુધી ટ્રસ્ટને બાંધકામ માટે કોઇ જ મંજૂરી આપવામાં ન આવી હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…