Vadodara accident: વડોદરાના પંડ્યા બ્રિજ નજીક પૂરઝડપે દોડતી કારના ચાલકને ઝોકું આવતા અકસ્માત, યુવકનુ મોત-Video
Vadodara accident Video: વડોદરાના પંડ્યા બ્રિજ નજીક એક કારનો અકસ્માત સર્જાતા ચાલકનુ મોત નિપજ્યુ હતુ. કાર ચાલકને ઉંઘ આવી જતા ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હોવાનુ પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે.
વડોદરાના પંડ્યા બ્રિજ નજીક એક કારનો અકસ્માત સર્જાતા ચાલકનુ મોત નિપજ્યુ હતુ. કાર ચાલકને ઉંઘ આવી જતા ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હોવાનુ પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. કારમાં સવાર અન્ય યુવકને ઈજાઓ પહોંચી હતી અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત યુવકે અકસ્માતને લઈ પોલીસને વિગતો જણાવી હતી. અકસ્માતમાં કાર યુવકનુ મોત નિપજ્યુ હતુ. મૃતક મધ્ય પ્રદેશના ઈંદોરનો હોવાની જાણકારી સામે આવી છે.
ઈંદોરના ગૂંજન સ્વામીને ઝોકુ આવતા તે કારના સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી ચૂક્યો હતો અને કાર એક દિવાલ સાથે અથડાઈ હતી. જેમાં કાર ચાલકનુ ગૂંજન સ્વામીનુ મોત નિપજ્યુ હતુ. પોલીસે ઘટનાને લઈ તપાસ શરુ કરી છે. પોલીસ દ્વાર આ માટે ફોરેન્સિક અભિપ્રાય પણ મેળવવામાં આવશે અને અકસ્માત સર્જાવાને લઈ ચોક્કસ કારણને જાણવા માટે પ્રયાસ કરવામા આવશે.