Gujarati video: ખેડાના નડિયાદમાં વીજપોલ પડતા નાસભાગ, સદનસીબે જાનહાનિ ટળી
એક બાજુ લગ્નનો પ્રસંગ ચાલતો હતો તે સમયે ત્યાં નજીકમાં જ વીજપોલ નાંખવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. જો કે સદનસીબે ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. તો બીજી તરફ ઘટના બાદ સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.
ખેડાના નડિયાદમાં લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાતા સહેજમાં રહી ગયો હતો. લગ્નનો પ્રસંગ ચાલી રહ્યો હતો અને સૌ ખુશહાલ માહોલમાં હતા તે જ સમયે નડિયાદના પ્રગતિનગરમાં લગ્ન પ્રસંગના મંડપ પર વીજપોલ પડતા નાસભાગ મચી હતી. લગ્ન સમયે લોકો માંડવા નીચે બેઠા હતા, ત્યારે જ વીજપોલ પડતા લોકોએ દોડાદોડી કરી મૂકી હતી.
એક બાજુ લગ્નનો પ્રસંગ ચાલતો હતો તે સમયે ત્યાં નજીકમાં જ વીજપોલ નાંખવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે આ ઘટના બની હતી. જો કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તો બીજી તરફ ઘટના બાદ સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિકોનો આરોપ છે કે વીજપોલ નાંખતા કર્મચારીઓ નશાની હાલતમાં હતા, જેથી આ ઘટના બની હતી. સ્થાનિકોનું એવું પણ કહેવું છે કે ઘટના બાદ તેઓ ફરિયાદ નોંધાવવા ગયા હતા પરંતુ પોલીસે ફરિયાદ લેવાનો ઈનકાર કર્યો હતો અને તેમની વાત કાને ધરી ન હતી.
જોકે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા જેમના ઘરે પ્રસંગ હતો તે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ દુર્ઘટના બાદ પણ લગ્ન પ્રસંગમાં આવેલા લોકો સુરક્ષિત રહ્યા હતા અને સહેજ માટે જાનહાનિ ટળી ગઈ હતી.
