Gujarati Video: મહેસાણાના 160 જેટલા કોન્ટ્રાકટરો 20 માર્ચથી કરશે હડતાળ, કાચા માલમાં સરકારી અને બજાર ભાવમાં તફાવત

Gujarati Video: મહેસાણાના 160 જેટલા કોન્ટ્રાકટરો 20 માર્ચથી કરશે હડતાળ, કાચા માલમાં સરકારી અને બજાર ભાવમાં તફાવત

| Edited By: | Updated on: Mar 17, 2023 | 9:59 AM

મહેસાણા જિલ્લાના કુલ 160 જેટલા કોન્ટ્રાકટરોએ 20 માર્ચથી હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. કાચા માલના સરકારી અને બજાર ભાવમાં જે તફાવત છે તેને કારણે કોન્ટ્રાકટરો હડતાળ કરવા જઈ રહ્યા છે. હાલમાં મળતાં ભાવોમાં સિમેન્ટ, રેત, ઈંટો, કપચી, લોખંડના સરકારી અને બજાર ભાવમાં તફાવત છે.

મહેસાણા જિલ્લાના કુલ 160 જેટલા કોન્ટ્રાકટરોએ 20 માર્ચથી હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. કાચા માલના સરકારી અને બજાર ભાવમાં જે તફાવત છે તેને કારણે કોન્ટ્રાકટરો હડતાળ કરવા જઈ રહ્યા છે. હાલમાં મળતાં ભાવોમાં સિમેન્ટ, રેતી, ઈંટો, કપચી, લોખંડના સરકારી અને બજાર ભાવમાં તફાવત છે. જેથી સરકારી ભાવપત્રકમાં ફેરફાર કરવાની કોન્ટ્રાકટરોની માગ છે. જ્યાં સુધી સરકારી ભાવપત્રકમાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી કોન્ટ્રાક્ટર્સ હડતાળ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો : Mehsana: બહુચરાજી મંદિરે ચૈત્રી નવરાત્રી મહોત્સવ યોજાશે, 04 થી 06 એપ્રિલ દરમિયાન ચૈત્રી પુનમનો પરંપરાગત લોકમેળો યોજાશે

આ ઉપરાંત 18 ટકા GSTના ભારણથી કોન્ટ્રાક્ટર્સ પરેશાની ભોગવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. કોન્ટ્રાકટર એસોસિયેશને એવી જાહેરાત પણ કરી છે કે હડતાળમાં સામેલ નહીં થનારા કોન્ટ્રાકટર્સને 25000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓને પણ કોન્ટ્રાકટર યુનિયને રજૂઆત કરી છે.

કોન્ટ્રાકટરોની મનમાની બંધ કરવા વિપક્ષી નેતાએ કરી ફરિયાદ

આ અગાઉ સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આવેલા મનપાના ગાર્ડન પીપીપી ધોરણે આપવાનું શરુ કર્યું હતું. જો કે જે ગાર્ડનો ટેન્ડર પ્રક્રિયા મારફતે ઈજારદારને આપવામાં આવે છે. પરંતુ તે ઈજારદાર બાદમાં ટેન્ડરની શરતોનો ભંગ કરી ગાર્ડનની વધારાની જગ્યામાં કબ્જો કરી તેમાં કોમર્શિયલ પ્રવુતિ ચલાવી મનપાને આર્થિક નુકશાન પહોંચાડતા હોવાની અને ગાર્ડનની બહાર વાહન પાર્કિંગના નાણાં ઉઘરાવવી ચલાવવામાં આવતી ઉઘાડી લૂંટ બંધ કરવા માટે વિરોધ પક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ મનપા કમિશનરને પત્ર લખી રજૂઆત કરી હતી.