Gujarati Video: સુરતમાં ક્રિકેટ રમતા રમતા અચાનક યુવકને આવ્યો હાર્ટએટેક, નિપજ્યુ મોત

| Edited By: | Updated on: Feb 07, 2023 | 11:59 PM

Surat: રાજકોટમાં ગત સપ્તાહે બ યુવકોના રમતા રમતા મોત થયા બાદ ફરી એકવાર સુરતમાં ક્રિકેટ રમતા યુવકને અચાનક હાર્ટ એટેક આવતા મોત નિપજ્યુ છે. યુવક ક્રિકેટ રમતો હતો ત્યારે અચાનક ઢળી પડ્યો હતો અને તેનુ મોત નિપજ્યુ હતુ.

સુરતના એક યુવકને ક્રિકેટ રમતા રમતા હાર્ટએટેક આવ્યો અને યુવકને જીવ ગુમાવવો પડ્યો છે. સુરતના ઓલપાડના સેલુત ગામે ક્રિકેટની મેચ દરમિયાન ફિલ્ડિંગ ભરતી વખતે યુવાનને હાર્ટ એટેક આવ્યો. કોઇ કઇ સમજે તે પહેલા જ યુવક અચાનક ઢળી પડ્યો અને યુમદૂત બનીને આવેલો હાર્ટ એટેક યુવાનનો ભરખી ગયો ક્રિકેટ મેચ દરમિયાન હાર્ટ એટેકનો શિકાર બનેલો કિશન પટેલ નામનો યુવક કામરેજના શેખપુર ગામનો વતની હતો. જે ઓલપાડના સેલુત ગામે આયોજીત ટુર્નામેન્ટમાં રમી રહ્યો હતો. અચાનક એક આશાસ્પદ યુવકના મોતથી કોળી પટેલ સમાજમાં શોકની લાગણી ફરી વળી છે.

છેલ્લા ઘણાં સમયથી એક અદ્રશ્ય શત્રુ યુવાનોને ભરખી રહ્યો છે. આ અદ્રશ્ય શત્રૂ અચાનક જ યમદૂત બનીને આવે છે. અને યુવાનોને ભરખી જાય છે. યમના આ દૂતનું નામ છે હાર્ટ એટેક. જી હાં, હસતા ખેલતા, રમતા કૂદતા યુવાનો અચાનક જ મોતના મુખમાં સરકી જાય છે. આ સ્થિતિ દર્શાવે છે કે યુવાઓમાં સતત હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. જોશ અને ઉત્સાહથી ભરેલા યુવાનોના હાર્ટ એટેકને કારણે મોતના કિસ્સા સતત વધી રહ્યા છે.

રાજકોટ શહેરમાં છેલ્લા પખવાડિયામાં જ 3 એવી ઘટનાઓ બની  કે જેમાં હાર્ટ એટેકે યુવાનોનો ભોગ લઇ લીધો. રાજકોટમાં રહેતો અને મૂળ ઓડિશાનો 21 વર્ષીય યુવક ફૂટબોલ રમતા રમતા મોતને ભેટ્યો, તો રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા રમતા યુવકને હાર્ટ એટેક આવતા જિંદગીની ઇનિંગ પૂર્ણ થઇ ગઇ.

આ પણ વાંચો: Railway News: સુરત રેલવે સ્ટેશનનો થશે કાયાકલ્પ, મલ્ટી-મૉડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે થશે અપડેટ, હશે આવી અદ્યતન સુવિધાઓ

અગાઉ જસાણી સ્કૂલની ધોરણ-8ની વિદ્યાર્થીને તો અભ્યાસ કરતા કરતા મોત મળ્યું. કંઇક આવી જ ઘટના સુરતથી સામે આવી. અહીં પણ ક્રિકેટની મેચ દરમિયાન ફિલ્ડિંગ ભરી રહેલો યુવાનનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું.

 

Published on: Feb 07, 2023 11:59 PM