Gujarati Video: ગેરકાયદે હથિયારો વેચવા મામલે નિવૃત સૈનિક સહિત ત્રણેય આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર

|

Aug 14, 2023 | 11:58 PM

Ahmedabad: અમદાવાદના સોલામાં ગેરકાયદે હથિયારો વેચવાના રેકેટમાં નિવૃત આર્મી જવાન પ્રતિક ચૌધરી સહિત ત્રણ આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ આરોપીઓ જમ્મુથી હથિયાર લાવી અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં વેચતા હતા.

Ahmedabad: અમદાવાદના સોલામાં ગેરકાયદે હથિયાર વેચવાના રેકેટનો પર્દાફાશ થયો છે.નિવૃત્ત સૈનિક પ્રતિક ચૌધરી સહિત 3 આરોપીની સંડોવણી ખુલ્લી છે. આરોપીઓ જમ્મુ-કાશ્મીરમાંથી હથિયારો લાવીને ગુજરાતમાં વેચતા હતા.અત્યા ર સુધીમાં 20 જેટલા હથિયારો વેચ્યા હોવોનો ખુલાસો થયો છે.

નિવૃત આર્મી જવાન સહિત ત્રણ આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર

આરોપીઓએ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં હથિયાર વેચ્યા હતા. 11 હથિયાર,142 જીવતા કારતૂસ અને 7 ડુપ્લીકેટ લાયલન્સ જપ્ત કરાયા છે. 2થી 3 લાખમાં જમ્મુથી હથિયાર લાવીને 20 લાખ સુધીમાં વેચતા હતા. આરોપીઓ જમ્મુ-કાશ્મીરથી કલેક્ટરના હસ્તાક્ષરવાળુ નકલી લાયસન્સ પણ આપતા હતા. કોર્ટ ત્રણેય આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જ્યારે હથિયાર ખરીદનાર 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.રિમાન્ડ દરમિયાન હથિયાર કેસમાં વધુ ખુલાસા થઈ શકે છે.હાલ કેસમાં તપાસ માટે FSLની મદદ પણ લેવાઈ રહી છે

આ પણ વાંચો : Gujarati Video: નવસારીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની આગેવાનીમાં યોજાઈ તિરંગા યાત્રા, મોટી સંખ્યામાં જોડાયા લોકો

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video