Gujarati Video: નવસારીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની આગેવાનીમાં યોજાઈ તિરંગા યાત્રા, મોટી સંખ્યામાં જોડાયા લોકો
Navsari: આઝાદીના અમૃત પર્વ અંતર્ગત દેશભરમાં હર ઘર તિરંગા યાત્રા યોજાઈ રહી છે. જે અંતર્ગત નવસારીમાં પણ તિરંગા યાત્રા યોજાઈ હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની આગેવાનીમાં યોજાયેલી આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
રાજ્યભરમાં હર ઘર તિરંગા યાત્રા યોજવામાં આવી. નવસારીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ. જેમાં પોલીસ જવાનોનો 70 મીટર લાંબો તિરંગો ધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો. નવસારીના માર્ગો પર નિકળેલી 3 કિલોમીટર લાંબી યાત્રામાં 3 હજારથી વધુ શહેરીજનો જોડાયા. વડોદરામાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની આગેવાનીમાં નિકળેલી યાત્રામાં પૂર્વ સૈનિકો, પોલીસ જવાનો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. હર્ષ સંઘવીએ પૂર્વ સૈનિકોની દેશસેવાને બિરદાવી.
શહીદોની શહાદતને યાદ કરીએ – પાટીલ
આ તકે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યુ કે આઝાદીની લડાઈમાં અનેક યુવાનોએ અંગ્રેજોનો જુલ્મ સહન કર્યો છે. અનેક યુવાનો હસતા મોં એ ફાંસીના માંચડે લટક્યા છે. એમને પણ યાદ કરીએ, એમની શહાદતને યાદ કરીએ અને એક સંકલ્પ પણ કરીએ કે આ તિરંગા માટે અમારે પણ બલિદાન આપવાની જરૂર પડે તો અમે પણ બલિદાન આપવા માટે તૈયાર છીએ.
આ પણ વાંચો : Ahmedabad: MLA અમિત શાહના ગુજરાત યુનિવર્સટીના સેનેટ સભ્યપદ સામે NSUIએ ઉઠાવ્યા સવાલ, નિમણૂક રદ કરવાની માગ
આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે આપણા દેશની સુરક્ષા કરતા દેશના જવાનોની શહાદતને યાદ કરતા દેશના નાગરિકોએ હર ઘર તિરંગા યાત્રામાં જોડાવુ જોઈએ અને પોતાના ઘરની બહાર તિરંગો લહેરાવવો જોઈએ.
નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો