ગુજરાતી વિડીયો : મોડાસાના ટીંટોઈ ગામના 57 વર્ષના ખેડૂતનું મોત,ઠંડીથી મોત થયાને ગ્રામ પંચાયતનો આક્ષેપ

ગુજરાતી વિડીયો : મોડાસાના ટીંટોઈ ગામના 57 વર્ષના ખેડૂતનું મોત,ઠંડીથી મોત થયાને ગ્રામ પંચાયતનો આક્ષેપ

| Edited By: | Updated on: Jan 28, 2023 | 11:11 AM

અરવલ્લી જિલ્લાના મોડાસાના ટીંટોઈ ગામના 57 વર્ષના ખેડૂતનું ઠંડીથી મોત થયું છે. જેમાં રાત્રે ખેતરમાં પાણી પિયત માટે ગયેલા ખેડૂતનું રાત્રી દરમિયાન મોત નીપજ્યું છે. તેમજ ગ્રામ પંચાયતની ટીમે ખેડૂતના મોત અંગે ઠંડીનું કારણ દર્શાવતું પંચનામું કર્યું છે. જેમાં મોડાસા ગ્રામ્ય પોલીસે ખેડૂતના મૃતદેહને પીએમ અર્થે મોડાસા સરકારી દવાખાને લવાયો છે

અરવલ્લી જિલ્લાના મોડાસાના ટીંટોઈ ગામના 57 વર્ષના ખેડૂતનું ઠંડીથી મોત થયું છે. જેમાં રાત્રે ખેતરમાં પાણી પિયત માટે ગયેલા ખેડૂતનું રાત્રી દરમિયાન મોત નીપજ્યું છે. તેમજ ગ્રામ પંચાયતની ટીમે ખેડૂતના મોત અંગે ઠંડીનું કારણ દર્શાવતું પંચનામું કર્યું છે. જેમાં મોડાસા ગ્રામ્ય પોલીસે ખેડૂતના મૃતદેહને પીએમ અર્થે મોડાસા સરકારી દવાખાને લવાયો છે. તેમજ પોસ્ટ મોર્ટમ બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે.

ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે જેની સીધી અસર માનવજીવન પર પડી રહી છે

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસે સીએમ ભૂપેન્દ્ર પટેલને દિવસે વીજળી આપવાની માંગ કરી છે. હાલ કાતિલ ઠંડીને કારણે રાજ્યના લાખો ખેડૂતો રાત્રે ખેતરમાં વ્યાપક પરેશાની ભોગવી રહ્યા છે અનેક ખેડૂત આગેવાનો અને કોંગ્રેસ પક્ષ તરફથી પણ ખેડૂતોને દિવસે વીજળી આપી કાતિલ ઠંડીમાંથી બચાવવા માંગ આપની સમક્ષ કરી રહ્યા છીએ.

વીજળી આપવાનો નિર્ણય સત્વરે કરવા અપીલ કરી

ગઈકાલે મોડાસાના ટીટોઈના 57 વર્ષના ખેડૂત લવજી વિરસંગ પટેલ રાત્રી વખતે પાણી વાળવા ખેતરે ગયા હતા જેઓ કાતિલ ઠંડીમાં ઠુંઠવાઈ ખેતરમાં મૃત હાલતમાં મળ્યા હતા. આપણા સૌ માટે અતિ દુઃખદ અને ખાસ કરીને સરકારે ચિંતા કરવાનો સમય પાકી ગયો છે લાંબા સમયથી વિવિધ ખેડૂત સંગઠનો અને કોંગ્રેસ પક્ષની માંગ કરી રહ્યું છે. કાતિલ ઠંડીમાં ખેડૂતોને બચાવવા અતિ જરૂરી છે ત્યારે રાજ્ય સરકાર ખેડૂત ખેતી બચાવવા માટે ખેતી માટે દિવસે વીજળી આપવાનો નિર્ણય સત્વરે કરવા અપીલ કરી છે.

આ પણ વાંચો : Ahmebabad માં હવે ગુનેગારોની ખેર નહિ, શહેર પોલીસ ડ્રોનથી વોચ રાખી ગુનેગારો પકડશે

Published on: Jan 27, 2023 11:21 PM