Gujarati Video: વિરમગામમાં સૌરાષ્ટ્ર શાખાની નર્મદાની મુખ્ય કેનાલમાં 4 લોકો ડૂબ્યા, 2નો બચાવ, બે ની શોધખોળ શરૂ
Ahmedabad: વિરમગામમાં સૌરાષ્ટ્ર શાખાની નર્મદાની મુખ્ય કેનાલમાં 4 લોકો ડૂબ્યા હતા. જે પૈકી 2 લોકોને બચાવી લેવાયા છે જ્યારે બે લોકોની શોધખોળ હાથ ધરાઈ છે.
Ahmedabad: વિરમગામમાં સૌરાષ્ટ્ર શાખાની નર્મદાની મુખ્ય કેનાલમાં 4 લોકો ડૂબ્યા હતા. મેલજ વરખડિયા પાસેથી પસાર થતી મુખ્ય કેનાલમાં બે બાળકો સહિત 4 લોકો ડૂબ્યા હતા. જે પૈકી 2 નો બચાવ કરવામાં આવ્યો છે. જ્યારે 2 લોકોની હજુ શોધખોળ ચાલી રહી છે. વિરમગામ ગ્રામ્ય વિસ્તારના લોકો કેનાલ પર ન્હાવા ગયા હતા. આ દરમિયાન કિનારેથી લપસતા ડૂબ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. બે લોકોનુ રેસક્યુ કરાયુ છે જ્યારે હજુ બે લોકો મળ્યા નથી તેમની શોધખોળ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો : Gujarat Video: Surendranagar- ભાસ્કરપરાથી છાબલીને જોડતો પુલ જર્જરિત હાલતમાં, જીવના જોખમે લોકો રસ્તો પસાર કરવા મજબુર
આ તરફ વિરમગામ શહેરમાં સતત બીજા દિવસે દબાણ હટાવ ઝૂંબેશની કામગીરી હાથ ધરાઈ છે. શહેરનાં રૈયાપુર, ગોલવાડી દરવાજા, માંડલ રોડ, પરકોટા સહિતના વિસ્તારોમાં મેગા ડિમોલિશન કરવામા આવ્યું છે. પાલિકા દ્વારા ટ્રાફિકને અડચણ રૂપ રસ્તાઓ પરના ગેરકાયદે દબાણ દૂર કરાયું છે. મુખ્ય રસ્તાઓ પરના દુકાનોના શેડ, ઓટલા, દુકાનો, ગટર પરના સ્લેબો દૂર કરાયા છે. નગરપાલિકા દ્વારા પે એન્ડ યુઝમાં કરાયેલ ગેરકાયદે દબાણ પણ તોડી પડાયા છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે પણ 300થી વઘુ ગેરકાયદે દબાણ દૂર કરવામા આવ્યું હતું.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો