Mehsana : લોકસાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત ચાલુ ડાયરામાં લથડી, ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયા, જુઓ Video

Mehsana : લોકસાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત ચાલુ ડાયરામાં લથડી, ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયા, જુઓ Video

| Edited By: | Updated on: Feb 11, 2025 | 7:49 AM

ગુજરાતના પ્રસિદ્ધ લોકસાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત લથડી હોવાનું સામે આવી રહ્યું છે. ગઈકાલે સાંજે કડીના ઝુલાસણ ગામમાં તેમનો ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ. ચાલુ ડાયરા દરમિયાન માયાભાઈની તબિયત લથડી હતી.

ગુજરાતના પ્રસિદ્ધ લોકસાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત લથડી હોવાનું સામે આવી રહ્યું છે. ગઈકાલે સાંજે કડીના ઝુલાસણ ગામમાં તેમનો ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ. ચાલુ ડાયરા દરમિયાન માયાભાઈની તબિયત લથડી હતી. માયાભાઈ ડાયરા પહેલા રોકાયા હતા. તે ફાર્મ હાઉસમાં છાતીમાં દુખાવો ઉપડ્યો છે.

માયાભાઈ આહિરની તબિયત ચાલુ ડાયરામાં લથડી

તબિયત લથડ્યા બાદ પણ માયાભાઈ ડાયરામાં પહોચ્યા હતા. માયાભાઈએ પોતાના ચાહકો માટે સ્તુતિ ગાવાનો આગ્રહ રાખ્યો હતો. સ્તુતિ પૂર્ણ કર્યા બાદ માયાભાઈ આહિરને હોસ્પિટલ ખસેડાયા હતા. માયાભાઈને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયા છે.

થોડા દિવસ પહેલા જ માયાભાઈ આહિરના પુત્રના લગ્ન થયા છે. જેમાં ગુજરાતના દિગ્ગજ કલાકારો સાથે સંગીતની મજા માણતા પણ અનેક વીડિયો વાયરલ થયા છે. જેમાં તેઓ ખૂબ જ ગરબા રમતા પણ નજરે પડ્યા હતા.