અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ જગત સાથે જોડાયેલા કલાકારોએ કરી દિવાળીની ઉજવણી, જુઓ VIDEO

અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ જગત સાથે જોડાયેલા કલાકારોએ કરી દિવાળીની ઉજવણી, જુઓ VIDEO

| Edited By: | Updated on: Oct 24, 2022 | 1:11 PM

ફિલ્મ નિર્માતા વૈશલ શાહે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં ફિલ્મ દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક સહિત અભિનેત્રી જાનકી બોડીવાલા, કિંજલ રાજપ્રિયા ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદમાં (Ahmedabad)  ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ જગત (Gujarati Film Industry)  સાથે જોડાયેલા કલાકારોએ કરી દિવાળીની ઉજવણી. ફિલ્મ નિર્માતા વૈશલ શાહે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં ફિલ્મ દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક સહિત અભિનેત્રી જાનકી બોડીવાલા, કિંજલ રાજપ્રિયા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અભિનેતા યશ સોની, રોનક મજુમદાર, ઓજસ રાવલ, મિત્ર ગઢવી અને ફિલ્મી જગતના અનેક કલાકારોએ આતશબાજી કરીને દિવાળી પર્વની ઉજવણી કરી હતી. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે દિવાળીની ખાસ મજા નહોતી. પરંતુ આ વખતે ફિલ્મ જગતમાં તેજી આવતાં કલાકારોની દિવાળી આ વખતે ખાસ બની ગઈ.

દેશભરમાં આજે પ્રકાશ પર્વની ઉજવણી

દિવાળી (Diwali) એટલે પ્રકાશ અને રંગોનું પર્વ. દિવાળી હિન્દુ ધર્મનો પ્રમુખ તહેવાર છે. હિન્દુ ધર્મમાં તહેવારોની ઉજવણીની એક આગવી પરંપરા છે. આસો વદ અમાસના રોજ ઉજવાતી દિવાળીએ મહાપર્વ ગણાય છે. આજે ગુજરાત (Gujarat) સહિત સમગ્ર દેશમાં દિવાળીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. પ્રકાશ પર્વ દિવાળીની શ્રદ્ધા-ઉમંગભેર ઉજવણી કરાશે. આ મહાપર્વના દિવસે લોકો પરિવાર સાથે ફટાકડા (Crackers) ફોડી તહેવાની ઉજવણી કરશે. દિવાળીના દિવસે લોકો લક્ષ્મી માતાની પૂજા કરશે. રાત્રીના સમયે ઠેર ઠેર બિલ્ડિંગ, દુકાનો અને ઘરોમાં દીપ સહિતની રોશની પ્રગટાવી ફટાકડાઓની આતશબાજી સાથે ઉમંગનું આ દીપ પર્વ શ્રદ્ધાભેર ઉજવાશે.