Breaking News: રજાની મજા માણવા ગયેલ અમદાવાદી દંપતીઓને સેલ્ફી લેવી ભારે પડી, હાલ થયા બેહાલ અને ગુમાવ્યો જીવ – જુઓ Video
આજ રોજ અમદાવાદથી આબુ ખાતે ત્રણ કપલ રજા માણવા ગયા હતા. આ ત્રણ કપલ રજાની મજા માણવા ગયા હતા પરંતુ એક સેલ્ફી લેવાના ચક્કરમાં તેમને સજા મળશે એવું તો તેઓએ સપને પણ વિચાર્યું નહી હોય.
આજ રોજ અમદાવાદથી માઉન્ટ આબુ ખાતે રજા માણવા ગયેલા ત્રણ કપલ માઉન્ટ આબુથી નીચે ઉતરતી વખતે આશરે પાંચ કિલોમીટરના અંતરે ભયજનક વળાંક પર આવેલા ખુલ્લા વિસ્તારમાં કાર પાર્ક કરી સેલ્ફી લેવામાં વ્યસ્ત હતા. સેલ્ફી લેતા તે પૈકીનો એક પુરુષ અચાનક ઊંડી ખીણમાં પડી ગયો હતો અને ગીચ ઝાડીમાં ગરકાવ થઈ ગયો હતો.
આ દુર્ઘટનાને પગલે તેની સાથે રહેલા અન્ય લોકોએ બૂમાબૂમ કરી દીધી હતી. ત્યાં હાજર કેટલાક સ્થાનિક ફેરિયાઓએ ખીણમાં ઊંડે ઉતરીને શોધ શરૂ કરી હતી પરંતુ યુવકની કોઈ ભાળ ન મળી.
પ્રાથમિક માહિતી અનુસાર, આ દંપતીઓ અમદાવાદના વસ્ત્રાપુર, નારણપુરા અને ગોતા વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા અન્ય સહેલાણીઓએ તત્કાલ સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો.
પોલીસ અને રેસ્ક્યૂ ટીમ દ્વારા યુવકને શોધી કાઢવામાં આવ્યો અને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. જણાવી દઈએ કે, સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ