અંબાલાલ પટેલે કરી ભર શિયાળે વરસાદ વરસવાની આગાહી, ક્યારે અને ક્યાં પડશે વરસાદ જાણો આ Videoમાં

| Edited By: | Updated on: Dec 11, 2024 | 2:23 PM

ગુજરાતમાં શિયાળાની કાતિલ ઠંડીએ ઘેરાયું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો અને કમોસમી વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં માવઠાની સંભાવના છે. ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતાને કારણે આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં શિયાળાએ જમાવટ કરી લીધી છે. અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આ દરમિયાન હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે ઠંડી અને કમોસમી વરસાદ અંગે આગાહી કરી છે.આગામી દિવસોમાં ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે માવઠું થવાની આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શકયતા છે. જેના કારણે દક્ષિણ ભારત અને તમિલનાડુમાં કમોસમી વરસાદ વરસશે. તો આ તરફ ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠું પડી શકે છે. જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડવાની પણ તેમણે આગાહી કરી છે.

આ તરફ ઠંડીને લઇને અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે ઉત્તર ગુજરાતના ભાગોમાં હાડ થીજવતી ઠંડી પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલમાં ઠંડી પડશે. ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી રહેવાની શક્યતા છે. મહેસાણા, જૂનાગઢના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 10થી 15 ડિગ્રી રહેશે. રાજકોટના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા છે. 17 ડિસેમ્બરથી મહત્તમ તપામનમાં વધારો થઈ શકે છે.