ગુજરાતમાં આગામી સપ્તાહે પડશે સાર્વત્રિક ધોધમાર વરસાદ, બે દિવસ રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી

|

Jul 18, 2024 | 2:40 PM

ગુજરાત માટે વરસાદને લઈને મોટા અને રાહતના સમાચાર એ છે કે, આગામી બે દિવસમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર બની રહ્યું છે. જે ઓરિસ્સા, મધ્યપ્રદેશ થઈને ઉત્તર પશ્ચિમ દિશામાં ગુજરાત-રાજસ્થાન તરફ આગળ આવશે. આ વરસાદી સિસ્ટમ ગુજરાત અને રાજસ્થાનમાં ધોધમાર અને સાર્વત્રિક વરસાદ આપશે.

ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમ સર્જાઈ છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતથી લઈને કેરળના દરિયાકાંઠે ઓફશોર ટર્ફ બન્યું છે. શિયર ઝોન પણ નીચલા અને મધ્ય સ્તરે છે. જે ધીમી ધીમે દક્ષિણ તરફ સરકી રહ્યું છે. તો કચ્છથી લઈને ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર સુધીમાં સાયક્લોનિક સરક્યુલેશન આકાર પામ્યું છે. જો કે ગુજરાત માટે મોટા અને રાહતના સમાચાર એ છે કે, આગામી બે દિવસમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર બની રહ્યું છે. જે ઓરિસ્સા, મધ્યપ્રદેશ થઈને ઉત્તર પશ્ચિમ દિશામાં ગુજરાત-રાજસ્થાન તરફ આગળ આવશે. વરસાદી સિસ્ટમ ગુજરાત અને રાજસ્થાનમાં ધોધમાર અને સાર્વત્રિક વરસાદ આપશે.

વર્તમાન ચોમાસામાં અત્યાર સુધીમાં ગુજરાતમાં સરેરાશ વરસાદ કરતા ઓછો વરસાદ વરસ્યો છે. જો કે હવામાન વિભાગનું માનવુ છે કે, ગુજરાત ઉપર સર્જાયેલ વરસાદી સિસ્ટમને કારણે કેટલાક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાંમાં આજે રેડ અલર્ટ સાથે અત્યંત ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આજે રાજકોટ, જામનગર, ભાવનગર, કચ્છ, સુરેન્દ્રનગર, નર્મદા ભરૂચ, તાપી, ડાંગ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં હવામાન વિભાગે આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવાની સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના આણંદ, પંચમહાલ, વડોદરામાં આજે યેલો અલર્ટ જાહેર કરવાની સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

Next Video