આજનું હવામાન : ગુજરાતમાં પવન ફૂંકાવવાની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે વાતાવરણ, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં પવન ફૂંકાવવાની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે વાતાવરણ, જુઓ Video

| Updated on: Feb 09, 2025 | 9:05 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં પવન ફૂંકાવવાની સંભાવના છે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત - સૌરાષ્ટ્રમાં પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 45થી 55 પ્રતિ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં પવન ફૂંકાવવાની સંભાવના છે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત – સૌરાષ્ટ્રમાં પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 45થી 55 પ્રતિ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે.

હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે. પ્રેશર ગ્રેડિયન્ટ વધતા હવામાન વિભાગે પણ કેટલાક વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું છે. આગામી 7 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે તેવી પણ આગાહી કરી છે. 24 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધતા ઠંડીમાં ઘટાડો થશે. ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન રહેતા ઠંડીમાં ઘટાડો થઈ શકે છે.

જાણો રાજ્યમાં કેટલું રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, અમરેલી, બોટાદ સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ આણંદ, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મોરબી, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ અરવલ્લી, દાહોદ, ડાંગ, જામનગર, જુનાગઢ, પંચમહાલ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

Published on: Feb 09, 2025 08:02 AM