આજનું હવામાન : રાજ્યમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે ફરી માવઠાની આગાહી, જાણો ક્યારે પડશે કમોસમી વરસાદ, જુઓ વીડિયો
હવામાન શાસ્ત્રી અંબાલાલની આગાહી અનુસાર આવતા અઠવાડિયે ઠંડીનું જોર વધશે અને જાન્યુઆરીની શરૂઆતમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. તો હવે સ્થિતિ એ છે કે જો આવનારા સમયમાં કમોસમી વરસાદ પડ્યો તો સૌથી વધુ કફોડી સ્થિતિ જગતના તાતની થઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં સૂકું વાતાવરણ રહે તેવી સંભાવના છે. આ સાથે જ રાજ્યમાં ઠંડીના ચમકારાનો અનુભવ થશે. તો હવામાન શાસ્ત્રી અંબાલાલની આગાહી અનુસાર આવતા અઠવાડિયે ઠંડીનું જોર વધશે અને જાન્યુઆરીની શરૂઆતમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. તો હવે સ્થિતિ એ છે કે જો આવનારા સમયમાં કમોસમી વરસાદ પડ્યો તો સૌથી વધુ કફોડી સ્થિતિ જગતના તાતની થઈ શકે છે. જોકે અંબાલાલ પટેલનું કહેવું છે કે વરસાદ બાદની આ ઠંડીનું જોર આખો જાન્યુઆરી સુધી રહેશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ,બોટાદ, છોટાઉદેપુર, ખેડા, મોરબી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ બનાસકાંઠા, દાહોદ, પાટણ સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ અમરેલી,ભરુચ, જામનગર, જુનાગઢ, નર્મદા સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો ભાવનગર, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાનની શક્યતા છે.

