આજનું હવામાન : ગમે ત્યારે રેઈનકોટની પડી શકે છે જરૂર, રાજ્યમાં ઠંડી વચ્ચે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી, જુઓ વીડિયો
હવામાન વિભાગની આગાહી અનુસાર ડિસેમ્બર મહિનો ગુજરાત માટે ભારે જવાનો છે. કારણ કે આગામી પાંચ દિવસમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. ભર શિયાળે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.આગામી 24 કલાકમાં ગુજરાતમાં માવઠું પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. હજી તો કડકડતી ઠંડીની આગાહી હતી. ત્યાં વચ્ચે જ માવઠાની આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ડિસેમ્બર મહિનો ગુજરાત માટે ભારે જવાનો છે. કારણ કે આગામી પાંચ દિવસમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે.
ભર શિયાળે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.આગામી 24 કલાકમાં ગુજરાતમાં માવઠું પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.જેમાં રાજકોટ, પોરબંદર, જુનાગઢ સહિતના અનેક જિલ્લાઓનો સમાવેશ થાય છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ભાવનગર, નર્મદા સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો અમદાવાદ, આણંદ, કચ્છ, ખેડા સહિતના જિલ્લાઓમાં 27 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ભરુચ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
તો અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર,ખેડા, મોરબી,સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. અરવલ્લી, ગાંધીનગર, કચ્છ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો ભાવનગર, ડાંગ સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

