Gujarat Weather Forecast : આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટે તેવી સંભાવના, તો સુરત સહિત અનેક જિલ્લામાં રહેશે વરસાદી વાતાવરણ, જુઓ Video

Gujarat Weather Forecast : આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટે તેવી સંભાવના, તો સુરત સહિત અનેક જિલ્લામાં રહેશે વરસાદી વાતાવરણ, જુઓ Video

| Edited By: | Updated on: Jul 25, 2023 | 7:19 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટી શકે છે. પરંતુ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસી શકે છે. જેમાં સુરત,ભરુચ સહિત અનેક જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Rain : હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આજે મંગળવારથી વરસાદનું જોર ઘટે તેવી સંભાવના છે. જો કે આ સાથે હજુ સુરત, ભરૂચ, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. તો ભાવનગર અને અમરેલીમાં પણ વરસાદ પડે તેવી સંભાવના છે. કચ્છ, બનાસકાંઠા, પાટણમાં વરસાદ થઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી 83 ટકા વરસાદ થયો છે. તો તેની સામે સૌરાષ્ટ્રમાં સિઝનના વરસાદ કરતા 20 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો : Monsoon 2023 : ભારે વરસાદને પગલે ગુજરાતમાં કુલ 130 લોકોના મોત, 312 રસ્તા ધોવાયા, 6 પુલ-વિયરના સ્ટ્રક્ચર્સ તૂટયા, જૂઓ Video

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન 

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે અમદાવાદ,ભાવનગર, બોટાદ, જામનગર, ખેડા, મોરબી,મહેસાણા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. અમેરલી,આણંદ,બનાસકાંઠા, ભરુચ,દેવભૂમિ દ્વારકા,ગાંધીનગર, મહીસાગર, નર્મદા,પોરબંદર, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ ગીર સોમનાથ, જુનાગઢ,નવસારી,પંચમહાલ, પાટણ, સુરત જેવા જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો