Gujarat Weather Forecast : આજે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના, જુઓ Video

Gujarat Weather Forecast : આજે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના, જુઓ Video

| Edited By: | Updated on: Sep 14, 2023 | 7:42 AM

હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આજે ગુરુવારે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે. તો સાથે જ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા છે.સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આવતી કાલે ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે.

Gujarat Rain : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજયમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. તેમજ હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આજે ગુરુવારે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે. તો સાથે જ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા છે.

આ પણ  વાંચો : Gujarat Weather Forecast : આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના, જુઓ Video

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આવતી કાલે ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે. અમરેલી, ભાવનગર, દીવ જૂનાગઢ, પોરબંદર, બોટાદમાં પણ વરસાદ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે અમદાવાદ, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, ખેડા, મહેસાણા અને વલસાડ સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ આજે આણંદ, ભરુચ, ભાવનગર, ગાંધીનગર, જામનગર, સુરેન્દ્રનગર અને તાપી જિલ્લાઓમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ બોટાદ અને સુરતમાં 36 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તો ગીર સોમનાથ, પંચમહાલ, પાટણ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો દાહોદમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો