Gujarat Weather Forecast : આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના, જુઓ Video

|

Sep 15, 2023 | 8:04 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે રાજ્યમાં હળવો વરસાદ રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 16 થી 18 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Rain : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે રાજ્યમાં હળવો વરસાદ રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 16 થી 18 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં હળવાથી વરસાદ પડે તેવી સંભાવાના છે. હવામાન વિભાગ અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેસર સિસ્ટમથી વરસાદ પડશે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના, જુઓ Video

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે સુરતમાં 36 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. આણંદ, અરવલ્લી, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તો ગાંધીનગર, જામનગર, સુરેન્દ્રનગર, તાપી અને વડોદરામાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ અમદાવાદ, અરવલ્લી, કચ્છ, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ પાટણ, પંચમહાલ, પોરબંદરમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video