રાજ્યમાં 48 કલાક બાદ ફરી મેઘરાજા શરૂ કરશે તોફાની બેટીંગ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓને કરશે તરબોળ- Video

રાજ્યમાં 48 કલાક બાદ ફરી મેઘરાજા શરૂ કરશે તોફાની બેટીંગ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓને કરશે તરબોળ- Video

| Edited By: | Updated on: Jul 28, 2026 | 8:46 PM

રાજ્યમાં 48 કલાક બાદ વરસાદનો વધુ એક તોફાની રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ ભલે વરસાદે વિરામ લીધો હોય પરંતુ 30 જુલાઈ થી 4 ઓગસ્ટ દરમિયાન મેઘરાજા ફરી તોફાની બેટીંગ શરૂ કરશે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓને મેઘરાજા ઘમરોળશે.

આગામી 48 કલાક બાદથી જ રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે અને ફરી મુશળધાર માહોલ જામશે. હાલ પુરતો મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ પરંતુ 30 જુલાઇથી લઇને 4 ઓગસ્ટ સુધી ધોધમાર વરસાદ પડવાનું હવામાન વિભાગે એલર્ટ આપ્યુ છે. હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે. જેમા અમદાવાદ અને ગાંધીનગર સહિત અન્ય જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. મધ્યપ્રદેશની સરહદને અડી આવેલા જિલ્લાઓમાં સૌથી પ્રચંડ પ્રહાર જોવા મળી શકે છે. જેમા દાહોદ, છોટાઉદેપુરનો સમાવેશ થાય છે.

30 જુલાઈથી રાજ્યમાં મેઘરાજા ફરી તેનું રૌદ્ર રૂપ બતાવશે જે 2જી ઓગસ્ટ સુધી જોવા મળી શકે છે. 30 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ધોધમારના એંધાણ છે. નર્મદા, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. એટલે 5થી 10 ઇંચ વરસાદ એકસામટો ખાબકી શકે છે.લ સુરત, ભરૂચ, નવસારીમાં પણ ભારેની શક્યતાએ યલો એલર્ટ અપાયું છે. 4 સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ધોધમાર વરસાદ આવશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર 31 જુલાઈએ રાજ્યમાં અનેક જિલ્લામાં અતિભારેની શકયતાઓ છે. છોટાઉદેપુર, નર્મદામાં અતિભારેની શક્યતાએ રેડ એલર્ટ છે. પંચમહાલ, દાહોદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતાએ યલો એલર્ટ છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

એક ઓગસ્ટે પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાએ એલર્ટ અપાયું છે. જ્યારે 2 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવે તેવી શક્યતાએ એલર્ટ જાહેર કરાયું છે. શરૂઆતમાં વરસાદ ખેંચાયા બાદ જુલાઈમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. હાલ રાજ્યમાં સામાન્ય કરતાં 8 ટકા વધુ વરસાદ વરસ્યો છે.

Health Tips: શું રાત્રે સૂતી વખતે અચાનક પગમાં નસ ચડી જાય છે? જાણો ક્યાં વિટામિનની ઉણપને કારણે આવુ થાય છે

Published on: Jul 28, 2026 08:41 PM
Follow Us