Gujarat Weather Forecast : આજે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની સંભાવના, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં હાલ ભારે વરસાદ નહીં પડે તેવુ જણાવવામાં આવી રહ્યું છે. માત્ર હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ હાલ રાજ્યમાં કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી.
Weather Forecast : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે રાજ્યમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ વરસી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં હાલ ભારે વરસાદ નહીં પડે તેવુ જણાવવામાં આવી રહ્યું છે. માત્ર હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ હાલ રાજ્યમાં કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી.
આ પણ વાંચો : Gujarati Video: કચ્છ જિલ્લાના જંગી ગામના ખેડૂતોને વીજ લાઈનનું યોગ્ય વળતર આપવાની માગ સાથે હોબાળો- જુઓ Video
વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી માત્ર હળવાથી મધ્યમ વરસાદ રહી શકે છે. જો નવી વરસાદી સિસ્ટમ બને તો ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સાથે સાથે આગામી પાંચ દિવસ દરિયાકાંઠે ભારે પવન ફુંકાઇ શકે છે. જેને લઇ પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગ અનુસાર આજે મંગળવારે બનાસકાંઠા, ભરુચ, બોટાદ, ડાંગ, ગીર સોમનાથ, મહીસાગર, નર્મદા, નવસારી, સાબરકાંઠા, સુરત, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. અમરેલી, આણંદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, ખેડા, મોરબી સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ બોટાદમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ આજે અમદાવાદ અને ભાવનગરમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો