AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: કચ્છ જિલ્લાના જંગી ગામના ખેડૂતોને વીજ લાઈનનું યોગ્ય વળતર આપવાની માગ સાથે હોબાળો- જુઓ Video

Gujarati Video: કચ્છ જિલ્લાના જંગી ગામના ખેડૂતોને વીજ લાઈનનું યોગ્ય વળતર આપવાની માગ સાથે હોબાળો- જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2023 | 11:30 PM
Share

Kutch:કચ્છના ભચાઉ તાલુકાના જંગી ગામના ખેડૂતોને વીજલાઈનનું વળતર આપવાની માગ સાથે કોંગ્રેસે હોબાળો મચાવ્યો અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. જેમા કોંગ્રેસે આક્ષેપ કર્યો કે ખેડૂતોને વળતર આપ્યા વગર કંપની પોલીસ બંદોબસ્ત રાખી ખેડૂતોને ધાકધમકી આપી રહી છે.

કચ્છ જિલ્લાના જંગી ગામના ખેડૂતોને વીજ લાઇનનું યોગ્ય વળતર આપવાની માગ સાથે ભારે હોબાળો મચ્યો. જિલ્લા કોગ્રેસે વિવિધ મુદ્દાને લઇને કલેકટર ઓફિસ તથા જીલ્લા પંચાયતમાં ભારે હોબાળો મચાવ્યો.

ભચાઉના જંગી ગામના ખેડૂતોને વીજ લાઇનના વળતરને લઇ કોંગ્રેસે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું અને ખેડૂતોને વળતર આપ્યા વગર કંપની પોલીસ બંદોબસ્ત રાખી ખેડૂતોને ધાકધમકી આપતી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.

આ પણ વાંચો : Kutch : ભચાઉના કુડા ગામ પાસેથી ઝડપાયું જુગારધામ, 29.50 લાખના મુદ્દામાલ સાથે 22 શખ્સો ઝડપાયા, જુઓ Video

બીજી તરફ જિલ્લા પંચાયત કચેરીમાં કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને આમંત્રણ નહીં અપાતા ભારે વિરોધ થયો. અંજારમાં આરોગ્ય વિભાગની હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના લોકાર્પણ કાર્યક્રમમાં કોંગ્રેસને આમંત્રણ ન અપાતા પંચાયત કચેરીમાં કોંગ્રેસ કાર્યકરોએ ભારે વિરોધ નોંધાવ્યો..પંચાયત કચેરીમાં ભાજપીકરણ થઈ રહ્યુ હોવાના આરોપ સાથે કોંગ્રેસ કાર્યકરોએ ભાજપ કાર્યાલયના પોસ્ટર લગાવી વિરોધ નોંધાવ્યો.

Input Credit- Jay Dave- Kutch

કચ્છ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">