રાજ્યના માથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છતા મેઘરાજા વિરામના મૂડમાં, આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી-Video

રાજ્યના માથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છતા મેઘરાજા વિરામના મૂડમાં, આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી-Video

| Edited By: | Updated on: Aug 09, 2026 | 8:56 PM

રાજ્યમાં ચાર સિસ્ટમ સક્રિય હોવા છતાં ગુજરાતમાં હાલ વરસાદનું જોર ઓછું થયુ છે, જ્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદની અપેક્ષા છે.

ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે, જેના કારણે મેઘરાજાની રાહ જોવાઈ રહી છે. જોકે, હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી મુજબ, રાજ્યના કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

હાલ ગુજરાત પર એકસાથે ચાર વેધર સિસ્ટમ સક્રિય હોવાનું જણાઈ રહ્યું છે. તેમ છતાં, ગુજરાતમાં હાલ વરસાદનું જોર ઓછું છે. બીજી તરફ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ સિસ્ટમોની અસરથી આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી ગતિવિધિ વધવાની શક્યતા છે. અત્યાર સુધી ગુજરાતમાં સામાન્ય કરતાં આશરે 9 ટકા વધુ વરસાદ નોંધાયો છે, છતાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદની હજુ પણ રાહ જોવાઈ રહી છે. આગામી સમયમાં આ ચાર સક્રિય સિસ્ટમની અસરથી ગુજરાતના હવામાનમાં કેવા ફેરફારો જોવા મળે છે તે જોવુ રહ્યુ.

છોટા ઉદેપુરમાં નઘરોળ તંત્રની નિંભરતા, ત્રણ વર્ષ પહેલા ધરાશાયી થયેલો પૂલ નવો ન બનતા સ્થાનિકોએ સ્વખર્ચે બનાવ્યો ડાયવર્ઝન

Published on: Aug 09, 2026 08:55 PM
Follow Us
Loading...
Unable to load recommendations.