રાજ્યમાં 48 કલાક બાદ  મેઘરાજા બોલાવશે ધડબડાટી, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મુશળધાર વરસાદની આગાહી- Video

રાજ્યમાં 48 કલાક બાદ મેઘરાજા બોલાવશે ધડબડાટી, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મુશળધાર વરસાદની આગાહી- Video

| Edited By: | Updated on: Aug 10, 2026 | 8:52 PM

ગુજરાત પર એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. રાજ્યમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાની હવામાન વિભાગે એલર્ટ આપ્યુ છે.

રાજ્યના માથે આગામી 48 કલાક અતિ ભારે રહેવાની હવામાન વિભાગની આગાહી છે. આગામી 48 કલાકમાં મેઘગર્જના સાથે મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરવાની તૈયારીમાં છે. રાજ્યના માથે એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. તેની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસી શકે છે.

રાજ્યના માથે આ ચાર સિસ્ટમ સક્રિય

ગુજરાત પર મોન્સૂન ટ્રફ, લો-પ્રેશર સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને અરબી સમુદ્ર તરફથી આવતા ભેજયુક્ત પવનો સક્રિય થયા છે. જેની અસર રાજ્યના અનેક જિલ્લાઓમાં જોવા મળશે. રાજ્યમાં અરવલ્લી, મહિસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.

આ તરફ વાવ થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યાં ભારે વરસાદ થવાની આગાહી કરાઈ છે.

11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

રાજ્યમાં અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

12 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

જ્યારે સાબરકાંઠા, મહિસાગર, પંચમહાલ, દાહોદ માં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

જનતા પર પડશે મોંઘવારીનો વધુ એક માર, તેલ, સાબુ, બિસ્કિટ થી લઈને આ રોજબરોજની ચિજવસ્તુઓની વધશે ભાવ

 

Follow Us
Loading...
Unable to load recommendations.