લવ જેહાદ : નામ બદલીને મિત્રતા કરી અને પછી… ખેરાલુમાં 20 વર્ષીય યુવતી સાથે વડનગરના ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ, જાવેદ સિંધી સામે ફરિયાદ – જુઓ Video
મહેસાણાના ખેરાલુમાં લવ જેહાદ અને દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીએ પોતાની અસલી ઓળખ છુપાવીને 20 વર્ષીય યુવતી સાથે મિત્રતા કેળવી અને દુષ્કર્મ આચર્યું હતું.
મહેસાણાના ખેરાલુમાં લવ જેહાદ અને દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપી જાવેદ સિંધીએ પોતાની અસલી ઓળખ છુપાવી, નામ બદલીને 20 વર્ષીય યુવતી સાથે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ આરોપીએ યુવતીને બ્લેકમેઈલ કરી વડનગરના એક ગેસ્ટ હાઉસમાં લઈ જઈ ધમકી આપી અને દુષ્કર્મ આચર્યું હતું.
આ મામલે ભોગ બનનાર યુવતીએ ખેરાલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે જાવેદ સિંધી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખાસ વાત એ છે કે, દુષ્કર્મના આરોપી અને તેના પિતા પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પણ સામે આવી છે.
મળતી વિગતો અનુસાર, અજાણ્યા ઇસમોએ મોહમદ જાવેદ અને તેના પિતાને બેફામ માર માર્યો હતો. હુમલાખોરોએ આરોપીનું અપહરણ કર્યું અને માર મારીને ફરાર થઈ ગયા હતા. આ મામલે હાલ ખેરાલુ પોલીસે અજાણ્યા ઇસમો અને એક રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
