વિધર્મી યુવકે નામ બદલીને હિન્દુ યુવતી સાથે ખેલ્યો ‘ધર્માંતરણનો ખેલ’, ઓળખ છુપાવી પરણિતાને ભગાડી જનાર આરોપી ઝડપાયો – જુઓ Video
ખેડા જિલ્લાના કઠલાલ પંથકમાં વિધર્મી યુવકે પોતાની હિન્દુ તરીકેની ખોટી ઓળખ આપીને પરણિતાને પ્રેમજાળમાં ફસાવી હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે.
ખેડા જિલ્લાના કઠલાલ પંથકમાં કથિત લવ જેહાદનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. અહીં એક વિધર્મી યુવકે પોતાની સાચી ઓળખ છુપાવીને એક હિન્દુ પરણિતાને પ્રેમજાળમાં ફસાવી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે.
મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને પંચરની દુકાન ચલાવતો નાઝીમ અન્સારી નામનો આ આરોપી પોતાની ઓળખ ‘રાજુ ઠાકોર’ તરીકે આપતો હતો. તેણે પીડિતાને હિન્દુ લગ્નવિધિથી લગ્ન કરવાની લાલચ આપી હતી અને ત્યારબાદ તે પરણિતાને ભગાડી ગયો હતો.
જણાવી દઈએ કે, નાઝીમ અન્સારી છેલ્લા બે વર્ષથી કઠલાલના અમદાવાદ-ઇન્દોર હાઇવે પર રાજશક્તિ હોટેલ પાસે પંચરની દુકાન ચલાવતો હતો. આ મામલે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરીને આરોપી નાઝીમ અન્સારીની ધરપકડ કરી લીધી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જનતાના જીવ સાથે ક્યાં સુધી રમત ? જોખમી બ્રિજે લોકોના ધબકારા વધાર્યા, લોખંડના સળિયા બહાર આવતા અકસ્માતનો ભય
Follow Us
