Gujarat Video: અમદાવાદના કાલુપુરમાં ઈમારત ધરાશાયી થવાની ઘટનામાં એકનું મોત, સ્વામીનારાયણ મંદિરની પાછળ બની હતી ઘટના

Gujarat Video: અમદાવાદના કાલુપુરમાં ઈમારત ધરાશાયી થવાની ઘટનામાં એકનું મોત, સ્વામીનારાયણ મંદિરની પાછળ બની હતી ઘટના

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2023 | 10:34 PM

Ahmedabad: અમદાવાદના કાલુપુરમાં ઈમારત ધરાશાયી થવાની ઘટનામા એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે. ઈમારત નીચે ત્રણ લોકો દટાયા હતા. ફાયર વિભાગ દ્વારા ત્રણેય લોકોનુ રેસક્યુ કરી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમા સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયુ છે.

અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે મકાનના કાટમાળ નીચે દટાયેલા ત્રણેય લોકોને બહાર કાઢી લેવામાં આવ્યાં છે. ફાયર વિભાગની ટીમે ત્રણેય લોકોનું રેસ્ક્યૂ કરી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યાં છે. બનાવની વાત કરીએ તો સ્વામિનારાયણ મંદિર પાસે મોટા નવા વાસમાં એક મકાન ધરાશાયી થયું હતું.જેમાં એક મહિલા અને બે પુરૂષ સહિત ત્રણ લોકો દટાયા હતા.

ઈમારત ધરાશાયી થતા ત્રણ વ્યક્તિ દટાયા, એકનું મોત

બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની 9 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ ત્રણેય લોકોને કાટમાળ નીચેની બહાર કઢાયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જ્યાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયુ હતુ.

આ પણ વાંચો : Ahmedabad : ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને પોલીસે બહાર પાડ્યુ જાહેરનામું, જાણો કયા કયા રુટ રહેશે બંધ

રથયાત્રા રૂટ પર જર્જરીત ઈમારતોને ઉતારવાની કામગીરી

રાજ્યમાં 15 જૂને ત્રાટકેલા વાવાઝોડાની અમદાવાદમાં ઓછી અસર થઈ છે, જો કે ભારે પવન ફુંકાવાને કારણે ઈમારત ધરાશાયી થઈ હોવાની શક્યતા સેવાઈ રહી છે. રથયાત્રા પહેલા રથયાત્રા જ્યાં જ્યાંથી પસાર થવાની છે, એ દરેક રૂટ પર જર્જરિત ઈમારતોને ખાલી કરાવી તેમને ઉતારવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. ત્યારે કાલુપુરમાં આજે ઈમારત થતા તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. અને સૌથી મોટો સવાલ એ છે કે હજુ આવી કેટલીય જર્જરીત ઈમારતો હશે, જેને ખાલી કરાવવામાં નથી આવી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">