Gujarat Video : અમરોલીની ખાડીમાંથી આવતી અસહ્ય દુર્ગંધથી સ્થાનિકોમાં રોષ, ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચીમકી

Gujarat Video : અમરોલીની ખાડીમાંથી આવતી અસહ્ય દુર્ગંધથી સ્થાનિકોમાં રોષ, ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચીમકી

| Edited By: | Updated on: Jun 01, 2023 | 11:29 PM

Surat: અમરોલીની ખાડીમાં આવતી અસહ્ય દુર્ઘંધથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અનેકવાર રજૂઆત કરવા છતા તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા સ્થાનિકોમાં ભારે રોષ છે અને ચૂંટણી બહિષ્કારની તેમજ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

હજી તો ચોમાસું આવ્યું પણ નથી અને સુરતમાં ખાડીને લઈને ફરિયાદો ઉઠવાની શરૂઆત થઈ ગઈ છે. સુરત શહેરના અમરોલીમાં આવેલી ખાડીને લઈને આદર્શનગરના રહીશોમાં ભારે રોષ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ખાડીમાં ભારે ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે. ખાડીમાં સાફસફાઈ થાય તેવી વારંવારની રજૂઆતો બાદ પણ મનપાના અધિકારીઓ કોઈ જ કામ ન કરતા હોવાના આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. રજૂઆત છતાં કોઈ કામ નહીં થતા સ્થાનિકોએ ચૂંટણીના બહિષ્કાર અને ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો: Gujarati video : સુરતના ત્રણ યુવાનોને રિલ્સ બનાવવી ભારે પડી, પોલીસ સમક્ષ માગવી પડી માફી, જાણો શું છે કારણ

અમરોલી વિસ્તારમાં ખાડીથી લોકોને ભારે મુશ્કેલી થઈ રહી છે. શહેરભરની અંદર જે પણ કચરો છે તે ખાડીઓમાં ઠલવાઈ રહ્યો છે. દૂષિત પાણી એકત્રિત થવાના કારણે ખાડીની આસપાસની સોસાયટીઓમાં રહેતા લોકોમાં ભારે સમસ્યા સર્જાઇ રહી છે. દૂષિત પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં દૂષિત પાણીને કારણે લોકોને રહેવામાં પણ મુશ્કેલી થઈ રહી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો