Gujarati Video: મહેસાણા જોટાણામાં પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી ભળતા ગામ લોકો ગંદુ પાણી પીવા મજબુર

|

Feb 23, 2023 | 11:06 PM

Mehsana: જોટાણા તાલુકાના રામપુરા-કોટસણના સ્થાનિકોની મુશ્કેલી વધી છે. પીવાના પાણીની લાઈન ઠેર ઠેર તૂટી જતા તેમા ગટરનું પાણી મિક્સ થઈ રહ્યુ છે. જેના કારણે ગામલોકો ગંદુ પાણી પીવા મજબુર બન્યા છે.

મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના રામપુરા-કોટસણના સ્થાનિકોની મુશ્કેલી વધી છે. ગામમાં પીવાના પાણીની લાઇનમાં ગટરના પાણી આવતા ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પીવાના પાણીની લાઇન ઠેર ઠેર તૂટેલી હોવાના કારણે તેમાં ગટરનું પાણી મિક્સ થઇ રહ્યું છે અને ગટરનું ગંદુ પાણી પીવા માટે લોકો મજબૂર બન્યાં છે. સ્થાનિકોનો આરોપ છે કે તેમના ગામમાં છેલ્લા 6 મહિનાથી દૂષિત પાણી આવી રહ્યું છે.

આ અંગે સરપંચ અને તલાટીને અનેક રજૂઆત કરી છે. છતાં કોઇ સાંભળવા તૈયાર નથી. એટલું જ નહીં દૂષિત પાણી અંગે આરોગ્ય વિભાગે ગ્રામ પંચાયતને નોટિસ પણ ઈશ્યુ કરી છે છતાં ગ્રામ પંચાયત દૂષિત પાણીનો પ્રશ્ન ઉકેલી શક્યું નથી. એટલું જ નહીં ગટરના ગંદા પાણીને કારણે લોકો બીમાર પણ પડી રહ્યાં છે. છતાં પંચાયત કોઇ ઉકેલ નથી લાવી રહ્યું.

આ પણ વાંચો:  Gujarati Video: રાજકોટ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ICUનું એસી બંધ, દર્દીઓ ગરમીમાં શેકાયા

ગામના પૂર્વ સરપંચ ચંદ્રસિંહ ઝાલા સહિતના ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં છેલ્લા છ મહિનાથી પાણીની સમસ્યા જોવા મળી રહી છે. પીવાના પાણીની લાઈન ઠેર ઠેર તૂટી ગઈ હોવાથી ગટરનું ગંદુ પાણી મિક્સ થઈ રહ્યું છે. ગટરના પાણીના લીધે દૂષિત પાણીના વપરાશથી ગામમાં રોગચાળો ફેલાવાની પણ આશંકા સેવાઈ રહી છે. ગટરના પાણી મિશ્રિત દૂષિત પાણીના વપરાશથી ગ્રામજનોમાં કમરના દુખાવા, ચામડીના રોગો અને મોટી સંખ્યામાં મચ્છરની ઉત્પત્તિ ગામમાં જોવા મળી રહી છે.

Next Video