Gujarati Video: રાજકોટ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ICUનું એસી બંધ, દર્દીઓ ગરમીમાં શેકાયા

Gujarati Video: રાજકોટ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ICUનું એસી બંધ, દર્દીઓ ગરમીમાં શેકાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2023 | 9:56 PM

Rajkot: રાજકોટની સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. ટ્રોમા સેન્ટરના ICUનું એસી બંધ હોવાથી દર્દીઓ ભારે પરેશાન થયા હતા. ગરમીમાં દર્દીઓ અકળાઈ ઉઠ્યા હતા.

રાજકોટની સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. ટ્રોમા સેન્ટરના ICUનું એસી બંધ હોવાથી દર્દીઓને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો. ટ્રોમા સેન્ટરમાં બે દર્દીઓ દાખલ હતા. બંને દર્દીઓ ગરમીમાં અકળાઈ ઉઠ્યા હતા. એસી બંધ થઈ જતા દર્દીના સ્વજનોએ ઘરેથી ટેબલ ફેન રાખવાની ફરજ પડી હતી. સેન્ટ્રલ એસી ધરાવતા આઈસીયુમાં છેલ્લા ઘણા સમયથી એસી બંધ હાલતમાં છે. જેના કારણે દર્દીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે.

હાલ ડબલ ઋતુ જેવો માહોલ હોવાથી સવારે અકળાવી નાખતી ગરમી અને રાત્રે ઠંડુ વાતાવરણ હોય છે. સવારે 11 વાગ્યાથી સાંજ સુધી ગરમીનું પ્રમાણ વધુ હોય છે ત્યારે આઈસીયુ રૂમમાં સેન્ટ્રલ એસીની જે સુવિધા છે તે સાવ ઠપ્પ છે. દર્દીઓના સ્વજનોએ સંબંધિત સ્ટાફને જાણ કરી હતી છતા એસી શરૂ ન થતા ઘરેથી ટેબલ ફેન લાવી દર્દીઓને ગરમીમાંથી થોડી રાહત આપવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: Rajkot: બજેટ પૂર્વે ચેમ્બર ઓફ કોમર્સે વેપાર ઉદ્યોગોને બુસ્ટ મળે તે માટે નવી યોજનાઓ લાગુ કરવા કરી માંગ

અગાઉ પણ એસી બંધ હોવાનું સામે આવ્યું હતું

અગાઉ પણ રાજકોટ સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં રહેલા પાંચે પાંચ એસી બંધ હાલતમાં હતા. આ દરમિયાન પણ દર્દીઓના સંબંધીઓ ઘરેથી ટેબલ ફેન લાવીને મુકવાની ફરજ પડી હતી. એકતરફ અધિકારીઓના અને અધિક્ષકની ઓફિસમાં બે-બે એસી જોવા મળે છે. પરંતુ જ્યા તાતી જરૂર હોય છે તેવા આઈસીયુમાં રહેલા દર્દીઓને ગરમીમાં શેકાવુ પડે છે. ત્યારે ઝડપથી એસી શરૂ કરવાની દર્દીઓ માગ કરી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">