ભ્રષ્ટાચાર કે મજબૂરી ? જગતના તાતની આશાઓ પર ફરી વળ્યું પાણી, હવે જો સરકાર નહીં જાગે તો ખેડૂત ક્યાં જશે? – જુઓ Video
ડુંગળી પકવતા ખેડૂતો હાલ ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. 45 ટકા જેટલું ડુંગળીનું વાવેતર થયું હોવા છતાં માર્કેટયાર્ડમાં મળતા અત્યંત નીચા ભાવોએ ખેડૂતોની કમર તોડી નાખી છે.
ભાવનગર જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતો હાલ ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. રાજ્યના કુલ વાવેતરના 45 ટકા જેટલું ડુંગળીનું વાવેતર એકમાત્ર ભાવનગરમાં થયું હોવા છતાં, માર્કેટયાર્ડમાં મળતા અત્યંત નીચા ભાવોએ ખેડૂતોની કમર તોડી નાખી છે.
હાલમાં ખેડૂતોને એક મણ ડુંગળીના માત્ર 50 થી 100 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે, જે તેમની પડતર કિંમત કરતા પણ ઓછા છે. પ્રતિ વિઘા 35 થી 40 હજાર રૂપિયાનો માતબર ખર્ચ કરનાર ધરતીપુત્રો માટે હવે ખેતરથી માર્કેટયાર્ડ સુધીનું ભાડું અને મજૂરી કાઢવી પણ મુશ્કેલ બની ગઈ છે.
એક તરફ વેપારીઓ ઓછી ગુણવત્તા અને ઓછા ઉતારાને આ ભાવ પાછળનું કારણ ગણાવી રહ્યા છે, તો બીજી તરફ રિટેલ માર્કેટમાં આ જ ડુંગળી 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. ડુંગળીના પાકને માર્કેટયાર્ડ સુધી લાવવાનું ભાડું અને મજૂરી પણ ન નીકળે તેટલા ઓછા ભાવ મળતાં તાતની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું છે. એવામાં જગતના તાતને હવે સરકાર કંઈક સહાય કરે તેવી આશા સેવાઈ રહી છે.
