Gujarat Video: Chhotaudepur: નેશનલ હાઈવે 56 પર સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થતા વાહનવ્યવહાર થયો બાધિત

|

Jun 04, 2023 | 11:49 PM

Chhotaudepur: નેશનલ હાઈવે-56 પર અસંખ્ય વૃક્ષો ધરાશાયી થતા વાહનવ્યવહાર બાધિત થયો હતો. સંખ્યાબંધ વૃક્ષો જમીનદોસ્ત થતા વાહનવ્યવહારને માઠી અસર થઈ હતી. રસ્તા પર અનેક વૃક્ષો ધરાશાયી થતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.

Chhotaudepur : છોટાઉદેપુરમાં વાવાઝોડાની સ્થિતિને પગલે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે. નેશનલ હાઈવે 56 પર અસંખ્યા વૃક્ષો ધરાશાયી થતા વાહનવ્યવહારને માઠી અસર પહોંચી છે. જબુગામ પાસે આવેલી કોલેજના વિદ્યાર્થઈઓએ મોરચો સંભાળ્યો હતો. વિદ્યાર્થીઓએ વૃક્ષો હટાવી વાહનવ્યવહાર શરૂ કરવાના પ્રયાસો કર્યા હતા. નજીકના ગામના ખેડૂતોએ વૃક્ષો હટાવવામાં મદદ કરી હતી. રસ્તા પર વૃક્ષો ધરાશાયી થવાથી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.

આ પણ વાંચો : Gujarat Video: નસવાડીમાં વાવાઝોડાને કારણે નુકસાન, પ્લાસ્ટિAdd Newકના શેડ અને ખાટલા હવામાં ઉડ્યા, જુઓ

કેળ, કેરી, કપાસને પાકને ભારે નુકસાન

અચાનક વાવાઝોડુ આવી જતા ઠેર ઠેર નુકસાનીના દૃશ્યો જેવા મળ્યા. વરસાદ અને વાવાઝોડાથી કેળ, કેરી અને કપાસના પાકને મોટો ફટકો પડ્યો છે. કેળના છોડ જમીનદોસ્ત થઈ જતા ખેડૂતો ચિંતિત બન્યા છે. મોટાભાગના ખેડૂતોએ પાક ધિરાણ લઈને વાવેતર કર્યું છે. ત્યારે પાક જ ન બચતા હવે ખેડૂતો લોન કેવી રીતે ભરે તે મોટો સવાલ છે. તારાજ થઈ ગયેલા ખેડૂતો રાજ્ય સરકાર પાસે સહાયની માગ કરી છે. રાજ્ય સરકાર ઝડપથી સરવે કરાવીને સહાય ચુકવે તો ખેડૂતોની ચિંતા હળવી થાય.

છોટા ઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:48 pm, Sun, 4 June 23

Next Video