માવઠાના મારથી પરેશાન ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા. હવામાન વિભાગે આગામી 48 કલાક વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, રાજકોટ, પોરબંદરમાં વરસાદની આગાહી કરાઈ છે. આવતીકાલે માત્ર સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં જ સામાન્ય વરસાદની સંભાવના છે. જામનગર, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાક વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના (Gujarat) મોટા ભાગના વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદ વરસી રહ્યો છે. જેમાં અમરેલી, વલસાડ, બનાસકાંઠા સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર શનિવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…