Gujarat Video: પાકિસ્તાનની જેલમાંથી આવતીકાલે 199 માછીમાર અને 1 કેદીને કરાશે મુક્ત, 14 મે ના રોજ પહોંચશે વડોદરા
Gujarat News: પાકિસ્તાનની જેલમાં કેદ 199 માછીમારો આવતીકાલે મુક્તિનો શ્વાસ લેશે. પાકિસ્તાનની જેલમાંથી 199 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવશે. આ માછીમાો 14 મેના રોજ વડોદરા પહોંચશે. આ 199 માછીમારો સહિત એક ભારતીય કેદીને પણ મુક્ત કરાશે.
પાકિસ્તાનની જેલમાં કેદ 199 માછીમારો અને એક કેદીને આવતીકાલે મુક્ત કરાશે. ગુજરાત ફિશરીઝ વિભાગના 8 અધિકારી જરૂરી દસ્તાવેજ સાથે માછીમારોને લેવા વાઘા બોર્ડર પહોંચશે. લાહોરથી માછીમારોને વાઘા બોર્ડર પર સેનાને સોંપવામાં આવશે. 14 મેના રોજ માછીમારો ટ્રેન માર્ગે વડોદરા પહોંચશે.
આવતીકાલે 199 માછીમારો અને એક કેદીને કરાશે મુક્ત
વડોદરાથી બસ માર્ગે માછીમારોને વેરાવળ લાવવામાં આવશે. ગુજરાતના હજુ 560 માછીમારો પાકિસ્તાનની જેલમાં છે. પાકિસ્તાન તરફથી ત્રણ તબક્કામાં કુલ 499 માછીમારોને મુક્ત કરવામાં આવશે. જેમાં પહેલા તબક્કામાં આવતીકાલે 199 માછીમારો અને એક કેદીની મુક્તિ થશે. જ્યારે બીજા તબક્કામાં 2 જુનના રોજ 200 અને 7 જુલાઈએ 100 માછીમારોને મુક્ત કરવામાં આવશે.
આપવે જણાવી દઈએ કે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા ભારત આવ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે સદ્ભાવનાના સંકેત તરીકે પાકિસ્તાન 600 ભારતીય માછીમારોને મુક્ત કરશે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે માછીમારોએ દરિયાઈ સીમાનું ઉલ્લંઘન કર્યું છે. આ માટે આ લોકોને જેલમાં રાખવામાં આવ્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
