રાજ્યમાં હજુ સાત દિવસ માવઠાની આગાહી, દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ, 25 ઓક્ટોબર બાદ વધશે વરસાદનું જોર

રાજ્યમાં નવા વર્ષે પણ વરસાદ વિદાય લેવાના મૂડમાં જણાઈ રહ્યો નથી. હવામાન વિભાગે આગામી સાત દિવસ માવઠાની આગાહી કરી છે. 25 ઓકટોબર બાદ રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે અને ચોમાસા જેવો માહોલ જામી શકે છે.

| Edited By: | Updated on: Oct 21, 2025 | 3:20 PM

રાજ્યના ખેડૂતો માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી સાત દિવસ માવઠુ જોવા મળશે. 25 ઓક્ટોબર બાદ રાજ્યમાં ચોમાસા જેવો માહોલ જામશે. જેમા દક્ષિણ ગુજરાત, મઘધ્ય હગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે.

દિવાળીની દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એમ.કે.દાસના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ સુધી પણ આવુ જ વાતાવરણ રહેશે. જો કે અમદાવાદમાં હાલ વરસાદની કોઈ શક્યતા નથી. હાલ ગુજરાતની આસપાસ 2 વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે.જેના કારણે ગુજરાતમાં ઓક્ટોબરમાં ચોમાસાનો માહોલ જામ્યો છે…હજુ પણ આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં માવઠાની આફત જોવા મળશે.

છેલ્લા 7 દિવસ થઇ ગયા દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં પણ માવઠાનો કહેરથી રાહત મળવાની કોઇ શકયતાઓ નથી. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે આગામી દિવસમાં બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે. જે બાદ અરબી સમુદ્રમાં પણ એક મજબૂત સિસ્ટમ ઉભી થશે. આ બંને સિસ્ટમના કારણે 4 નવેમ્બર સુધીમાં ચોમાસા જેવો માહોલ સર્જાશે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા રહેશે. કચ્છ, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે.

ઓક્ટોબરના અંતમાં પણ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેના લીધે દેશ સહિત ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે. ત્યારબાદ દક્ષિણ ભારતમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે, તેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર થશે. બંગાળના ઉપસાગરમાં 18 નવેમ્બર બાદ બીજું એક વાવાઝોડું બનવાની શક્યતા રહેશે, જેની અસર પણ ગુજરાતના વાતાવરણ પર થશે. આમ માવઠાનો કહેર આગામી દિવસોમાં પણ યથાવત્ રહી શકે છે. શિયાળામાં પણ ચોમાસાથી રાહત મળવાની કોઇ શકયતાઓ નથી.

પાકિસ્તાનનો અફઘાનિસ્તાન સાથે તણાવ ચરમસીમાએ: ખ્વાજા આસિફે ભારતને આપી ‘ટુ ફ્રન્ટ વોર’ની ધમકી- વાંચો