LRD ભરતી માટે રેકોર્ડ બ્રેક 11 લાખ 75 હજારની અરજી, 9 લાખ 10 હજારની અરજી સ્વીકારાઇ
LRD ભરતી માટે આજે છેલ્લો દિવસ છે અને રાત્રે 12 વાગ્યા સુધી અરજી કરી શકાશે.
GANDHINAGAR : રાજ્યના ગૃહવિભાગ દ્વારા પોલીસ વિભાગમાં લોકરક્ષક દળ (LRD)ની ભરતીની મોટી જાહેરાત કરવામાં આવી છે. લોકરક્ષક દળ ભરતીનો મામલે ADGP હસમુખ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી.. જેમાં LRDની 10,459 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.આ ભરતી પ્રક્રિયામાં 9 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.જે અંતર્ગત 25 ઓક્ટોબર સુધીમાં સવા લાખ અરજીઓ આવી છે.LRDની આ ભરતી માટે રેકોર્ડ બ્રેક 11 લાખ 75 હજાર અરજીઓ થઇ છે, જેમાંથી 9 લાખ 10 હજારની અરજી સ્વીકારાઇ છે. LRD ભરતી માટે આજે 9 નવેમ્બરે છેલ્લો દિવસ છે અને રાત્રે 12 વાગ્યા સુધી અરજી કરી શકાશે. જેની શારીરિક પરીક્ષા ડિસેમ્બરમાં લેવાશે.
ભરતીની વાત કરીએ તો બિન હથિયારધારી કોન્સ્ટેબલની 5,212 જગ્યા માટે ભરતી થશે.જ્યારે હથિયારધારી કોન્સ્ટેબલની 797 જગ્યા માટે થશે ભરતી થશે.. તો SRP કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે.SRP સિવાયની બંને કેટેગરીમાં મહિલાઓ માટે 1,983 જગ્યા અનામત રાખવામાં આવી છે.
આ પણ વાંચો : Delhi Encounter: દિલ્હીની AIIMS હોસ્પિટલ નજીક પોલીસ અને બદમાશો વચ્ચે અથડામણ, બે બદમાશોની ધરપકડ અને એકને ગોળી વાગી

Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ

Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો

Vadodara : નશામાં ધૂત કારચાલકે સર્જોય અકસ્માત

TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ
