Delhi Encounter: દિલ્હીની AIIMS હોસ્પિટલ નજીક પોલીસ અને બદમાશો વચ્ચે અથડામણ, બે બદમાશોની ધરપકડ અને એકને ગોળી વાગી
AIIMS પાસે પોલીસ અને બદમાશો વચ્ચે અથડામણ થયું. જે દરમિયાન પોલીસની જવાબી કાર્યવાહીમાં એક બદમાશને પગમાં ગોળી વાગી છે. અથડામણ પછી દિલ્હી પોલીસે બે બદમાશોની ધરપકડ કરી છે. આ દરમિયાન બદમાશો પાસેથી બે પિસ્તોલ પણ મળી આવી હતી.

દેશની રાજધાની દિલ્હીથી (Delhi) મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) પાસે પોલીસ અને બદમાશો વચ્ચે અથડામણ થયું. જે દરમિયાન પોલીસની જવાબી કાર્યવાહીમાં એક બદમાશને પગમાં ગોળી વાગી છે. જેના કારણે 1 બદમાશને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે બે બદમાશોની ધરપકડ કરી છે. આ દરમિયાન બદમાશો પાસેથી બે પિસ્તોલ પણ મળી આવી હતી.
આ મામલો રાજધાની દિલ્હીની AIIMS હોસ્પિટલ પાસેનો છે. જ્યાં આ ઘટના મંગળવારે સવારે પાંચ વાગ્યાની જણાવવામાં આવી રહી છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સીતારામ પોલીસની ટીમ ગઈકાલે રાત્રે પીએસ-કેએમપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. પેટ્રોલીંગ દરમિયાન સ્ટાફે મોટર સાયકલ પર 03 લોકોને જોયા હતા.
શંકાના આધારે સ્ટાફે તેમને રોકવા માટે મોટર સાયકલને રોકવાનો ઈશારો કર્યો હતો, પરંતુ મોટર સાઈકલ રોકવાને બદલે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેના પર એલર્ટ સ્ટાફે મોટર સાઇકલનો પીછો કરવાનું શરૂ કર્યું અને પીછો કરતા કિડવાઇ નગર પૂર્વમાં ઓફિસ બ્લોકની સામે પહોંચ્યા.
આરોપી પાસેથી 2 દેશી બનાવટની પિસ્તોલ મળી આવી આ દરમિયાન પાછળ બેઠેલા બાઈક સવારે પિસ્તોલ કાઢી અને પોલીસ કર્મચારીઓ પર ગોળીબાર કર્યો. પોલીસે સ્વબચાવમાં જવાબી કાર્યવાહી કરી, પાછળ બેઠેલા સવારના જમણા પગમાં ઈજા થઈ અને પોલીસ કર્મચારીઓ દ્વારા બે વ્યક્તિઓને સફળતા પૂર્વક પકડવામાં આવ્યા. બાદમાં તેની ઓળખ આરોપી સૌરવ (ઈજાગ્રસ્ત), ગુરુદેવ સિંહ તરીકે થઈ હતી.
પોલીસે આરોપી સૌરવ પાસેથી 1 દેશી બનાવટની પિસ્તોલ અને ગુરુદેવના કબજામાંથી જીવતા કારતૂસ સાથે 01 લોડેડ દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. આ સાથે ઘાયલ બદમાશને એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે પોલીસે આરોપી બદમાશો સામે ગુનો નોંધ્યો છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગેરકાયદેસર રહેતા 12 વિદેશીઓની ધરપકડ કરવામાં આવી હતી દક્ષિણ-પૂર્વ જિલ્લામાં ઘણા વિદેશીઓ ગેરકાયદેસર રીતે રહે છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી (ISI) આતંકવાદી મોહમ્મદ. અશરફ લગભગ 18 વર્ષથી ભારતમાં રહેતો હતો. આ સિવાય હસ્તસલના એક મકાનમાં ગેરકાયદેસર રીતે રહેતા 12 વિદેશીઓની ઉત્તમ નગર પોલીસે ધરપકડ કરી છે.
ધરપકડ કરાયેલા નાગરિકો પાસેથી પાસપોર્ટ અને વિઝા મળ્યા નથી. આ દરમિયાન પોલીસે વેરિફિકેશન વિના વિદેશીઓને ભાડે મકાનો આપનારા માલિકો સામે સરકારી આદેશના ઉલ્લંઘનનો કેસ પણ નોંધ્યો છે.
આ પણ વાંચો : નવાબ મલિકને ઝટકો, મોહિત કંબોજની અરજી પર સુનાવણી કરતા કોર્ટે ફોજદારી માનહાનિનો કેસ ચલાવવાનો આપ્યો આદેશ