આજનું હવામાન : ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, કેટલાક જિલ્લાઓમાં રેડ, ઓરેંજ એલર્ટ અપાયું, જુઓ Video

|

Jul 02, 2024 | 9:19 AM

હવામાન વિભાગે ગુજરાતભરમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાત પર 2 સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 6 દિવસ રાજ્યભરમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરી છે. ગુજરાત માથે 2 સિસ્ટમ સક્રિય હોવાનું પણ જણાવ્યુ છે.

ઉત્તર ગુજરાતથી ક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ મધ્ય ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર – કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત અનેક સ્થાનિક નદીઓ બેકાંઠે વહેતી થશે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતભરમાં ગાજવીજ સાથે વરસાદના એંધાણ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

રેડ એલર્ટ ક્યાં અપાયું ?

કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, સુરત, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, વલસાડ સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું છે. તેમજ અહીં છુટા છવાયા સ્થળે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઓરેંજ એલર્ટ ક્યાં અપાયું ?

રાજકોટ, મોરબી, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, બનાસકાંઠા, પાટણ ને આપવામાં આવ્યું ઓરેંજ એલર્ટ અપાયું છે.અહીં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

યલો એલર્ટ ક્યાં અપાયું ?

સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ ,ગાંધીનગર, મહેસાણા, ખેડા ,આણંદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા ,દીવ ને આપવામાં આવ્યો યલો એલર્ટ અપાયું છે. અહીં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:24 am, Tue, 2 July 24

Next Video