હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, કાળઝાળ ગરમીથી મળશે છુટકારો
હવે ગરમીના પ્રમાણમાં ઘટાડો નોંધાશે અને ગરમીથી મોટી રાહત મળશે. મંગળવારથી જ બેથી ત્રણ ડિગ્રી ગરમીમાં ઘટાડો જોવા મળી શકે છે. આમ હવે કાળઝાળ ગરમીથી છૂટકારો મળશે અને હવે ગરમીનો પ્રકોપ દૂર થશે. હવામાન વિભાગે ચોમાસાને લઈને પણ સારા સમાચાર આપ્યા છે.
કાળઝાળ ગરમી દરમિયાન હવે હવામાન વિભાગ દ્વારા રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. હવે ગરમીના પ્રમાણમાં ઘટાડો નોંધાશે અને ગરમીથી મોટી રાહત મળશે. મંગળવારથી જ બેથી ત્રણ ડિગ્રી ગરમીમાં ઘટાડો જોવા મળી શકે છે. આમ હવે કાળઝાળ ગરમીથી છુટકારો મળશે અને હવે ગરમીનો પ્રકોપ દૂર થશે.
પવનની દિશા બદલાવવાને લઈને રાહત સર્જાનારી છે. રાજ્યમાં 25 થી 30 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન પણ ફૂંકાશે. આમ ગરમીમાં હવે લોકોને મોટી રાહતના સમાચાર રાજ્યના હવામાન વિભાગે આપ્યા છે. હવામાન વિભાગે ચોમાસાને લઈને પણ સારા સમાચાર આપ્યા છે અને ચોમાસુ 100 ટકાથી વધારે રહી શકે છે.
આ પણ વાંચો: ગુજરાતની આ ચીજો અને ઉત્પાદનો છે વિશેષ, જેને મળ્યા GI ટેગ, જાણો
Published on: May 28, 2024 03:08 PM
